તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ કેસમાં યુવાનની દુકાનમાં ટોળાની તોડફોડ

ચીકદા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતમાં આવેદન આપ્યાં બાદ ધિંગાણું, ડેડિયાપાડા પોલીસમાં ફરિયાદ
  • ડેડિયાપાડામાં યુવકે દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપી હતી

ડેડીયાપાડાની આદિવાસી યુવતી ઉપર પર પ્રાંતીય યુવક દ્વારા છેલ્લા દોઢ વર્ષથી દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાના પ્રકરણમાં સામાજિક અગ્રણીઓ દ્વારા પ્રાંતને આવેદન આપ્યા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ આરોપી યુવકની દુકાન તેમજ પાણીપુરીની લારી પાસે તોડફોડ કરવામાં આવી હતી. જે બાબતે ફરિયાદી સુબેશકુમાર કૈલાશસિંહ કુશવાહા રહે. ડેડીયાપાડા કોર્ટની સામે દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદીએ આપેલી ફરિયાદ મુજબ તેની દુકાન ઉપર હુમલો કરી 15 થી 20 લોકોના ટોળાના આરોપીઓ પૈકીના ચૈતરભાઈ વસાવા તથા દેવા સરપંચ તથા દિનેશ ઉબડીયા વસાવા અને મહેશ ગેબુ વસાવા તથા વિક્રમ મોતીસીંગ વસાવા,બહાદુરભાઇ વસાવાના ઓએ ફરીયાદીને ધોલધપાટનો માર મારેલો અને ફરીયાદીની દુકાનનું કાચનુ કાઉન્ટર તોડી નાંખી તેમજ પાનીપુરીની લારી ઉલટાવી નાંખી આશરે પાંચેક હજાર રૂપિયાનું નુકશાન કર્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...