તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:ડેડીયાપાડાનાં પાંચઉંમર ગામે લગ્નમાં ભીડ ઉમટતા કોરોના ગાઇડલાઇનના ધજાગરાં ઉડ્યાં, પોલીસે આયોજક-બેન્ડ માલિક સામે ગુનો નોંધ્યો

ડેડિયાપાડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
લગ્નમાં નાચતા લોકોની તસવીર - Divya Bhaskar
લગ્નમાં નાચતા લોકોની તસવીર
  • કોરોનાની ગાઈડ લાઈન વચ્ચે લગ્ન પ્રસંગમાં 100થીવધુ લોકો ભેગા થતા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયુ

ડેડીયાપાડા તાલુકા ના પાંચઉમર ગામે લગ્ન પ્રસંગે 100 થી વધુ માણસો ભેગા કરી બેન્ડ વગાડી નાચગાન કરી સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરી રોગચાળો વધુ ફેલાય તેવું કાર્ય કરી તેમજ નોવેલ કોરોના વાયરસ ને અટકાવવા માટે જાહેર કરવામાં આવેલા જાહેરનામા ના ભંગ કરવા બદલ લગ્ન આયોજક અને બેન્ડ માલીક સામે ડેડીયાપાડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાયી હતી.

100થી વધુ માણસો ભેગા થયા હતા
હાલ કોરોનો ના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા ઓછી સંખ્યા માં લગ્ન પ્રસંગમાં લોકોની હાજરી રાખી કાર્યકમો કરવા નું જાહેરનામું બહાર પાડ્યું છે. ત્યારે મુળજી બીજીયા વસાવા રહે.પાંચ ઉંમર, તા.દેડીયાપાડા, જી.નર્મદા તથા ફતેસિંગ બીજીયા વસાવા નાં ઓએ પોતાના પુત્ર/ ભત્રીજા નાં લગ્ન માં 100 થી વધુ માત્રામાં માણસો ભેગા કરી તથા રોયલ સ્ટાર બેન્ડ મંગાવી નાચગાન કરતા લગ્નમાં બેન્ડ વગાડી ટોળું ભેગું કરી સોશ્યલ ડિસ્ટન્સ નો ભંગ કરી જાહેર રોગચાળાનો ફેલાવો થાય તેવું કૃત્ય કરેલ હતુ.

પોલીસે ગુનો નોંધ્યો
તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ નર્મદા નાઓ દ્વારા પાડવામાં આવેલ જાહેર નામાં નો ભંગ કરેલ હોય તેથી લગ્ન આયોજક તેમજ બેન્ડ માલીક વિરૂદ્ધ ઈ.પી.કો.કલમ.118, 269,270, તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 51બી મુજબ દેડિયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો