ગેરરીતિનો આક્ષેપ:રાલદા ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર, કામ અટકાવી દેવાયું

ડેડિયાપાડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડાના બેસણા ગ્રામ પંચાયતના રાલદા ગામે કામમાં ગેરરીતિનો આક્ષેપ

નર્મદા જીલ્લાના ડેડિયાપાડા માટે આવનારી તમામ યોજના આદિવાસી લોકોના જીવન ઉજાગર કરનારી છે પરંતુ તેમાં ભ્રષ્ટાચારે માઝા મૂકતા વાડ ચીભડા ગળે તેમ જેના માથે ગામ ના વિકાસની જવાબદારી છે તેવા લોકો જ ભ્રષ્ટાચાર આચરે છે. જેથી ગુજરાત સરકારના તંત્રને અને ભાજપના પાર્ટી તરફથી પણ નેતાઓને આ માટે ચકાસણી કરવી જેથી ભ્રષ્ટાચાર નિર્મૂલન કરી શકાય જેથી બેસણા ગ્રામ પંચાયતના રાલદા ગામ ખાતે મનરેગા યોજના અંતર્ગત ચેકડેમની કામગીરી ચાલી રહી હોય જેમાં હલકી કક્ષાનું કામ થાય છે તેની ફરિયાદ પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા ને થઈ હતી.

જેની તપાસ કરતા 15 લાખ જેટલાની માતરમ રકમનો ચેક ડેમ સાવ હલકી ગુણવત્તાવાળો બનતો હતો. ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવાને સાથે રાખીને ચેકિંગ કરાવતા ગેરરીતિ માલુમ પડતા કામગીરી બંધ કરાવી હતી. મટીરીયલ સુધારા કર્યા બાદ જ કામ ચાલુ કરવા દેવાની તાકીદ કરવામાં આવી હતી .

વાંક હશે તો એજન્સીને બ્લેક લીસ્ટ કરીશું
બેસણા ગ્રામ પંચાયતના રાલદા ગામ ખાતે ચાલતા ચેકડેમમાં પ્રાથમિક દ્રષ્ટિએ અને પૂર્વ મંત્રી ફરિયાદના કારણે ચકાસણી કરવામાં આવશે અને મટીરીયલ કમ્પલેટ થયા બાદ જ કામગીરી પુનઃ ચાલુ કરવામાં આવશે. આ કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે અને જો કોઈ એજન્સી ગેરરીતિ કરશે તો બ્લેક લીસ્ટ પણ કરવામાં આવશે. > કનૈયાલાલ વસાવા, તાલુકા વિકાસ અધિકારી ડેડિયાપાડા.

કોઇપણ પ્રકારની ગેરરીતિ નહીં ચાલે
સ્થળનું નિરીક્ષણ કરતા કામગીરમાં હલકી કક્ષાની જણાતા હાલ સ્થગિત કરી કામ વ્યવસ્થિત કરવાના સૂચનો કર્યા છે. કોઈપણ કામગીરીમાં ગેરરીતિ સરકાર કે ભાજપ ચલવવા નથી માગતી તેવો સંકેત આપ્યો હતો.> મોતીલાલ વસાવા, પુર્વ વનમંત્રી.

અન્ય સમાચારો પણ છે...