તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:સાગબારાની કોલેજમાં બીએના સેમેસ્ટર-6ની પરીક્ષાનો પ્રારંભ

ડેડિયાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરી 110 છાત્રો પરીક્ષા આપી

સાગબારાની સરકારી વિનયન કોલેજ ખાતે બીએના સેમેસ્ટર-6 ની યુનિવર્સિટીની પરિક્ષાનો સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રારંભ થયો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજ છે. જરૂરી ગાઈડ લાઇન સાથે પરીક્ષાનું સૂચનઓનું પાલન કરી 110 જેટલા વિધ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખીને યુનિવર્સિટીએ પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. જેમાં કોવિદ-19 ની ગાઈડ લાઇન અનુસાર પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. જેમાં વિધાર્થીઓને પ્રવેશ માર્ગેજ થર્મલગન થી જ ટેમ્પરેચર ચેક કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

પરીક્ષા ખંડ મા વિદ્યાર્થીઓ માસ્ક પહેરી પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા ખંડ ને પણ બે ટાઈમ સેનેટાઈઝ કરવામાં આવે છે બેઠક વ્યવસ્થા પણ એક ખંડ માં ૧૫ થી ૧૬ જેટલા વિદ્યાર્થીઓની જ રાખવામા આવી છે ,જેથી બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. વિદ્યાર્થીઓ દ્વારા પણ કોરોનાની પરિસ્થિતીને ધ્યાન માં લઈને જરૂરી સૂચનાઓનુ પાલન કરેલ હતું. પ્રિન્સિપાલ ચેતન જી ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોનાની સંપૂર્ણ ગાઈડ લાઇન સાથે અમે યુનિવર્સિટીની પરીક્ષા યોજી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેજ રીતે કરવામાં આવી છે. સાથે જરૂરી તમામ પરિસ્થિતીનું પણ ધ્યાન રાખી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...