માંગણી:લોકડાઉનમાં બંધ થયેલી બસો ફરી શરૂ કરોઃ સાગબારાના સ્થાનિકો

ડેડિયાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર સેલંબા, અંબાજી સેલંબા અને વડોદરા કૂકરમુંડાની બસ બંધ થઇ હતી

રાજ્યના છેવાડાના તાલુકા મથક એવા સાગબારા ને જોડતી કેટલીક એસટી બસો લોકડાઉન બાદ સદંતર બંધ કરી દેવાતા તાલુકવાસીઓમાંથી એ બસોના રુટો ફરી એકવાર શરૂ કરવામાં આવે તેવી માંગ ઊઠવા પામી છે.મળતી માહિતી મુજબ દેશમાં કોરોના ના કપરા સમય દરમ્યાન રાજ્યમાં ઠેક ઠેકાણે અનેક બસોના રુટો એકબદ એક બંધ કરાયા હતા. તેમાં રાજ્યના છેવાડાના તાલુકા મથક સાગબારા ને જોડતી કેટલીક બસોના રુટો પણ બંધ કરી દેવાયા હતા. જેમાં ભાવનગર થી સેલંબા, યાત્રાધામ આંબાજી થી સેલંબા અને વડોદરા થી કૂકરમુંડા ની બસો નો સમાવેશ થાય છે.

હવે જ્યારે સ્થિતિ માં સુધારો થયો છે ત્યારે આ બંધ કરાયેલા એસટી બસ ના રુટો ફરી એકવાર શરૂ થાય તેવી માંગ સાગબારા તાલુકવાસીઓમાંથી ઉભી થવા પામી છે.ભાવનગર સેલંબા અને વડોદરા કૂકરમુંડા ની બસોના રૂટમાં ફેરફાર કરી વાયા અંકલેશ્વર થઈ દોડાવવામાં આવે તો મુસાફરો મળવા સાથે એસટી નિગમની આવકમાં વધારો થાય તેમ છે.સાથે સાગબારા તાલુકાના લોકોને અંકલેશ્વર થી સાંજબાદ કોઈ બસ સુવિધા ઉપલબ્ધ ન હોઈ તેનો લાભ મળી શકે તેમ છે. અંકલેશ્વર થી સાગબારા આવવા સાંજે 4 વાગ્યા બાદ એકપણ બસ નથી.

જો વડોદરા કૂકરમુંડા બસ સાંજે પાંચ સાડા પાંચ વાગ્યા ની આસપાસ અંકલેશ્વર થી ઉપડે તેવા સમયે વડોદરા થી ઉપાડવામાં આવે તેમજ ભાવનગર સેલંબા ની બસ સાંજે છ સાડા છ ની આસપાસ અંકલેશ્વર થી સેલંબા માટે ઉપડે તેવા સમય મુજબ બસ રૂટ સેટ કરવામાં આવે તો લોકોને બસોનો લાભ મળવા સાથે એસટી નિગમની આવકમાં વધારો થાય તેમ છે.તો સાથે સાથે સાગબારા તાલુકાને યાત્રાધામ સાથે જોડતી વીરપુર, પાવાગઢ અને ડાકોર ની બસોના રુટો પણ શરૂ કરવામાં આવે તેવી સાગબારા તાલુકાની જનતા માંથી માંગ ઉભી થવા પામી છે.

દર પાંચ વર્ષે ચૂંટણીતાને દર્શન દેતા રાજકીય નેતાઓ સાગબારા તાલુકાની જનતાની તકલીફો દૂર થાય તેવા પ્રયત્નો કરશે ખરા?.તાલુકા મથક સાગબારા ખાતે વર્ષોથી એક એસટી ડેપો બનાવવા માટે માંગ ઉઠી હતી પરંતુ ડેપો સેલંબા ખાતે બનાવી એસટી નિગમે મોટી ભૂલ કરી હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...