આવેદનપ:રાજકીય કિન્નાખોરીમાં આગેવાનને તડીપાર કરાયાના આક્ષેપો સાથે BTTSની રજૂઆત

ડેડિયાપાડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લામાંથી ચૈતર વસાવાને હદપાર કર્યાનો હૂકમ રદ કરવા તંત્રને આવેદનપત્ર પાઠવાયું

નર્મદા જિલ્લા પંચાયત સદસ્ય શાકુન્તલાબેન દ્વારા તંત્રને આવેદન આપયું છે, તેમાં જાણવામાં આવ્યુ છેકે BTTS ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવાને રાજકીય કિન્નાખોરી રાખીખોટી રીતે હદપાર કરેલ હોય તે રદ કરવા માગણી કરી છે. તેમણે લખ્યું છે કે, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, પુર્વ,વનમંત્રી મોતીલાલ વસાવા, પુર્વ, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ભાજપની ટીમ પત્ર તથા આવેદન પત્ર આપી ચૈતરભાઈ વસાવા નકશલવાદ, આંતકવાદ, કોમવાદ, દારૂ-જુગાર, ખંડણી-હપ્તા,ધાક-ધમકી અવૈધ જમીનો પર કબા જેવી પ્રવૃતિઓ કરી ભય અને દેહશત નું વાતાવરણ ઉભું કરે છે.

જો તેમને તડીપાર, પાસા, ગુંડાધારા હેઠળ કાર્યવાહી કરવામાં ન આવે તો અમે અમરણાંત ધરણા પર જવાની ચીમકી ઉચ્ચારી હતી. જે બાબતને વશ થઈ પ્રશાસને ચૈતર વસાવાને એક વર્ષ માટે નર્મદા જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ છે. વાસ્તવે ચૈતર વસાવા મોભાદાર ખેડૂત પરિવાર માંથી આવે છે તેઓ શિક્ષણ માં પણ તેજસ્વી હતા.

વિધાર્થી નેતા તરીકે છાપ ધરાવતા હતા. સમાજના કામ માટે જાહેર જીવનમાં આવેલ છે તેમની આગેવાનીમાં કેવડીયા બચાવો -આદિવાસી બચાવો, ઇકો સેન્સીટીવ ઝોન હટાવોની લડ લડ્યા છે. તેમને થયેલો તડીપારનો હૂકમ રદ કરવા માટે માગણી કરવામાં આવી છે.

ભજન ગાનારાના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા
ધારાસભ્ય મહેશ વસાવા અને છોટુ વસાવા વિશે આદિવાસી સમાજના જ ભજનીકે ડાકુ શબ્દપ્રયોગનો પ્રયોગ કરતા બીટીએસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ ભજનીક સાચું બોલે છે. તે તમને આઈનો બતાવે છે મહેશભાઈ તથા છોટુભાઈ તમે હિંદુ ધર્મના દેવી દેવતાનું અપમાનકરો છો તેનો આ જવાબ આપે છે તેમ કહી સમર્થન આપ્યું હતું.

ખોટી રીતે તડીપાર કર્યાનો હુકમ રદ કરવા માગણી
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગજ ગામે થયેલી બબાલ બાદ સાંસદે ચૈતર વસાવા સામે ખોટી કલમો સાથે લૂંટની ફરીયાદ દાખલ કરાવી હતી. ફરીયાદ બાદ તડીપાર , પાસા ગુંડાધારા હેઠળ કાર્યવાહી કરવામાં ન આવે તો આમરણાંત ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. સાંસદના પ્રેશરને વશ થઈ પ્રશાસન દ્વારા ચૈતર વસાવાને 1 વર્ષ માટે નર્મદા જિલ્લામાંથી હદપાર કરાયા હતાં. આ રાજકીય કિન્નાખોરી અને સસ્તી પ્રસિદ્ધિનો ભોગ જાગૃત યુવાને બનાવવમાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...