BTTSના ગુજરાત પ્રદેશ પ્રમુખ તડીપાર:બોગજમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી માથાકૂટના કેસમાં ચૈતર વસાવા વર્ષ માટે જિલ્લામાંથી તડીપાર

ડેડિયાપાડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
તડીપાર આગેવાનને પોલીસે ભરૂચ જિલ્લામાં મોકલ્યા હતા. - Divya Bhaskar
તડીપાર આગેવાનને પોલીસે ભરૂચ જિલ્લામાં મોકલ્યા હતા.

ગુજરાત પ્રદેશ ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાનાના ગુજરાત પ્રમુખ અને નર્મદા જિલ્લા બી.ટી.પી આગેવાન ચૈતર વસાવાને નર્મદા જિલ્લા પોલીસે આખરે એક જિલ્લા નર્મદા જિલ્લા તડીપાર કર્યા છે. હાલ ચૈતર વસાવા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ખાતે છે. ચૈતર વસાવા વિરુદ્ધ છેલ્લા એક વર્ષ દરમિયાન ડેડિયાપાડામાં 3, રાજપીપળામાં 1 અને કેવડિયામાં 1 એક ફૂલ 5 ગુના નોંધાયા છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ડેડીયાપાડાના બોગજ ગામે બે રાજકીય પક્ષો સામ સામે આવી ગયા હતા, જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાનો સાળો ઘાયલ થયો હતો.આ ગુનામાં ચૈતર વસાવા સહિત અન્ય લોકો વિરુદ્ધ મારમારી અને લૂંટનો ગુનો નોંધાયો હતો.આ ઘટના બાદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લા ભાજપના આગેવાનોએ ચૈતર વસાવા વિરુદ્ધ રજૂઆતો પણ કરી હતી.આ જ ગુનાની તપાસ માટે ચૈતર વસાવાને ડેડીયાપાડા પોલીસ મથકમાં બોલાવાયા હતા. એ દરમિયાન જ એમને તડીપાર કરી દેવાયા હતા.

ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે મોકલાયા
બોગજ ગામની બબાલ બાદ ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ચૈતર દામજી વસાવા રહે.બોગજ તા.ડેડીયાપાડાને જી.પી.એક્ટની કલમ 56(ક)(ખ) મુજબ હદપાર(તડીપર)નો હુકમ થતાં પોલીસે નર્મદા જિલ્લામાંથી તડીપાર કરી ભરૂચ જિલ્લાના ચંદેરીયા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...