ધરપકડ:ઝોલાછાપ બંને તબીબોની કોરોના ટેસ્ટ બાદ ધરપકડ

ડેડિયાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે બોગસ તબીબો ઝડપાયા - Divya Bhaskar
બે બોગસ તબીબો ઝડપાયા
  • ડેડિયાપાડામાં આરોગ્યની ટીમે દરોડો પાડ્યો હતો

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઝોલાછાપ તબીબો સ્થાનિક આદિવાસી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે. ડેડિયાપાડા પંથકમાં અનેક બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે બે દિવસ પૂર્વે આરોગ્યની ટીમ અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બે બોગસ તબીબો ઝડપાયા હતા. પોલીસે મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ બંને વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. બંનેના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી.

પોલીસની જુદી જુદી ટીમો બનાવી આવા બોગસ તબીબોની માહિતી મેળવી અને દેડીયાપાડા ના આરોગ્ય ખાતા સાથે સંકલન માડોકટર જીનલકુમાર એમ પટેલ તથા તેમની ટીમ સાથે સંયુક્ત રીતે ડેડીયાપાડા ટાઉન મા આવા બોગસ તબીબોના ક્લીનીકો ઉપર રેડ કરી કોઇ પણ પ્રકારની લાયકાત કે ડીગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાના ખોલી ગામડાઓના અભણ અને ગરીબ દર્દીઓના શરીર સ્વાસ્થ સાથે ચેડા કરી પોતાના આર્થીક ફાયદા માટે લોકોની જીંદગી સાથે ખેલવાડ કરતા બે તબીબો નામે મિલ્ટનભાઈ દયાલભાઇ ઠાકુર, રહે. દેડીયાપાડા ,બસ ડેપો સામે, તા. દેડીયાપાડા, જી. નર્મદા, તથા નરોત્તમભાઇ અતુલભાઇ મંડલ રહે હાલ દેડીયાપાડા, દશામાતાના મંદિર પાસે, તા.દેડીયાપાડા, જી. નર્મદા મુળ રહે, ગાયત્રી નદીર રોડ સીંગરોલી તા. જી. સીંગરોલી (મધ્ય પ્રદેશ )નાઓને ઝડપી પાડી કુલ કિંમત રૂપીયા 86,848નો મેડીકલ સામગ્રીનો મુદ્દામાલ કબજે કરી ઇ.પી.કો કલમ 308 તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ - 1963 ની કલમ 30 મુજબ નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...