કોરોનાવાઈરસ:કોરોનાની સારવારની બીકે દર્દી મહિલા જંગલમાં ભાગી, પોલીસને 7 કિમી દોડાવી

ડેડીયાપાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડાનું ઝાંક ગામ કન્ટેઈનમેન્ટ અને બાકીનો બફર ઝોન

ઝાંક ગામની એક મહિલા દર્દીને હેલ્થવાળા લેવા તો ગયા પણ મહિલા દર્દી જંગલમાં ભાગી ગઈ, જેને પગલે નર્મદા પોલીસ અને હેલ્થવર્ક્સને મહિલા દર્દીને શોધવામાં ફીણ પડી ગયા હતા. તેને શોધવા આખુ જંગલ ફંફોળવું પડ્યું હતું. ઝાંક ગામની મહિલાને  ઉમરપાડા વિસ્તારના ગોપાલિયા PHC ખાતે સેમ્પલ આપ્યું હતું. જેનું સુરત સિવિલ હોસ્પિટલમાં પરીક્ષણ કરાયું હતું. જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવ્યો હતો.

108 એમ્બ્યુલન્સ મારફતે રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં મોકલી
ત્યાર બાદ મેડિકલ ટીમ તેના ઘરે પહોંચતા ટીમને જોઈ સુકરાબેન સારવારની બીકે જંગલમા ભાગી ગઇ હતી. દરમિયાન ડેડીયાપાડા PSI અજય ડામોર સહિતની પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પછી જંગલ વિસ્તારમાં તેનો પીછો કરી કોર્ડન કરી તેના ઘરે લવાઇ હતી. હોસ્પિટલ જવા માટે સમજાવતા તે તૈયાર તો થઇ હતી. પરંતુ કપડાં બદલવાનું બહાનું કાઢી ઘરમાં જઈ ઘરના નડિયા ઉંચા કરી ધોધમાર વરસાદમાં કૂદીને મહિલા ફરી પાછી ભાગી ગઈ. ત્યાર બાદ પોલીસે ખુબ જ મહેનત કરી નજીકના એક બંધ ઘરમાંથી શોધી 108 ને હવાલે કરી હતી. અંતે મેડિકલ ટીમે દર્દીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...