તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની ખાનગી કારને ટક્કર:બુટલેગરનો પીછો કરતી પોલીસને કચડી દેવાનો પ્રયાસ

ચીકદા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયાં, એક GRD જવાનને ઇજા પહોંચી. - Divya Bhaskar
પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયાં, એક GRD જવાનને ઇજા પહોંચી.
  • મોવી પાસેથી દારૂ સાથે બે ઝડપાયા, બુટલેગરે પોલીસની ખાનગી કારને ટક્કર મારતાં એક GRD જવાનને ઇજા

સાગબારા પોલીસ મથકના PSI એલ ગલચર સાગબારા જતા હતા તે સમયે પોલીસ કોન્સ્ટેબલ ગુલાબ વસાવાનો ફોન આવ્યો હતો કે, મરૂન કલરની એક કારમાં વિદેશી દારૂ ભરેલો છે. અમે ખાનગી કાર લઈને પીછો કરીએ છીએ. જે કાર અમને કોડબા ગામ પાસે મળી હતી. તેનો પીછો કરતા માંચ ચોકડી પાસે ડેડીયાપાડા પોલીસ સ્ટાફ રોડ ઉપર નાકાબંધી કરી ઉભેલો હતો. જેથી કાર ચાલકે ફરી તેની કર સાગબારા તરફ હંકારી મૂકી હતી.

આ દરમિયાન કોન્સ્ટેબલ ગુલાબ વસાવા પોતાની ગાડી લઈ શંભુનગરથી કમોદવાવથી મોવી તરફ જતા રસ્તા ઉપર જઈ કોન્સ્ટેબલ ગુલાબ વસાવાએ ગાડી રોકવા માટે કાર ચાલકને ઈશારો કર્યો હતો. પરંતુ દારૂ ભરેલી કારના ચાલકે ગાડી રોકી નહીં. પોલીસ સ્ટાફ ઉપર ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ રોડ સાઈડમાં ઉભી રાખેલી કોન્સ્ટેબલની કારને ટક્કર મારી હતી. જેમાં જીઆરડી જવાનને ઇજા પહોંચી હતી. જ્યારે હેડ કોન્સ્ટેબલની કારને નુકશાન થયું હતું.

થોડીવારમાં ડેડીયાપાડા પોલીસ આવી જતાં કારની તપાસ કરતા વચલી સીટ તેમજ પાછળની ડિક્કીમાંથી કુલ રૂપિયા 1.10 લાખનો વિદેશી દારૂનો મળી આવ્યો હતો. ઝડપાયેલા શખ્સોમાં દિપક ઉર્ફે ડિમ્પલ રમેશ પટેલ અને અજય રોહિત ધોળી બંને રહે. વલસાડ હોવાની ઓળખ થઈ હતી. તેમની પાસે થી મોબાઈલ નંગ 4 .કુલ કિંમત 11000 તેમજ મારુતિ સુઝુકી સિયાઝ ગાડી જેની કિંમત 200000 મળી કુલ કિંમત રૂપિયા 3.21.370 નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. આ ઈસમો વિરુદ્ધ પ્રોહિબેશન એકટ તેમજ પોલીસ સ્ટાફ અને ગાડી ને નુક્શાન કરતા તેમની વિરુધ્ધ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...