હુમલો:સાંસદ મનસુખ વસાવાના સાળા પર ગામના જ રાજકીય અગ્રણીનો હુમલો

ડેડિયાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુમલામાં એક મહિલા અને પૂર્વ ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઈજા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બોગજ ગામમાં મતદાનના દિવસે વહેલી સવારે બે રાજકીય પક્ષોના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. એક ટોળાએ સળગતા લાકડા લઈને શાંતિથી તાપણું કરતા ભાજપના કાર્યકરો પર હુમલો કર્યો હતો ઇજાગ્રસ્તને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

હુમલામાં ભાજપ સાંસદ મનસુખ વસાવાના સાળા ઈજાગ્રસ્ત થતા સાંસદ પણ દોડી આવ્યા હતા.બીજી બાજુ ડેડિયાપાડા પોલીસ બોગજ ગામે દોડી હતી. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આટલી મોટી ઘટના બની હોવા છતાં ભાજપના સ્થાનિક નેતાઓ કોઈ મદદે આવ્યા નથી, જેથી મારે પોતે અહિં આવવાની ફરજ પડી છે.

બોગજ ગામે સવારે સરપંચ પદના ઉમેદવાર પાંચ-છ સમર્થકો સાથે તાપણું કરી રહ્યા હતા. તે સમયે બોગજ ગામના આગેવાન અને બિટીપીના લીડર ચૈતર વસાવા 20 લોકોના ટોળા સાથે આવીને ભાજપના સમર્થકો પર હુમલો કર્યો હતો. તાપણીમાં સળગતા લાકડા વડે હુમલો કરતા ભાજપના બે કાર્યકરો ગંભીર રીતે દાઝ્યા હતા.

મતદારોને રૂપિયા વહેંચી પ્રલોભન આપતો હતો
મનસુખ વસાવાનો સાળો સતીશ કુંવરજી વસાવા થેલીમાં લાખો રૂપિયા લઈ મતદારોને પ્રલોભન આપવા રૂપિયા વહેંચતો હતો એ દરમિયાન આ મારામારી થઈ છે.મારા મારી દરમિયાન સતીશ કુંવરજી વસાવાની સોનાની ચેઈન અને મોબાઈલની લૂંટ થઈ હોવાની ખોટી કલમ ઉમેરવા મનસુખ વસાવા દબાણ લાવી રહ્યાં છે.> બહાદુર વસાવા,બિટીપી પ્રમુખ.

અન્ય સમાચારો પણ છે...