તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:ડેડિયાપાડાના 25 પ્રાથમિક શિક્ષકો વધમાં જતાં અન્યત્ર બદલી અપાઈ

ચીકદા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીની હાજરીમાં કેમ્પનું આયોજન કરાયું

ડેડિયાપાડા તાલુકાનો પ્રાથમિક શિક્ષકો નો વધ ઘટ કેમ્પ તા 31.ઓગસ્ટ 2020ની માન્ય સ્થિતીએ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ડેડીયાપાડાના કુલ 25 શિક્ષકો વધમાં હતા. જેની સામે શાળોમાં 60 શિક્ષકોની ઘટ હતી. વધ શિક્ષક ને સીનયોરિટી ના ધોરણે શાળા પસંદ કરાવવામાં આવી હતી. શિક્ષકને સંતોષ થાય તેવું સુચારુ આયોજન કરવામાં આવી હતી.

આ વધ ઘટ કેમ્પમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્ર. શિક્ષક સંઘ ના પ્રમુખ સુરેશભાઈ ભગત તથા મહામત્રી ફતેસિંગ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કેમ્પ ના સફળ સંચાલન માટે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચાલૅશ ભાઈ રજવાડીએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો