તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ભરતી માટે જાહેરાત આપી, યુવાનો ગયા તો સ્થળ પર કોઇ દેખાયુ નહીં

ડેડીયાપાડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનોને રોજગારીના નામે છેતરપિંડી કરતા આવેદન

ડેડીયાપાડામાં તા.27 નવેમ્બરે ચેકમેટ સર્વિસેસ પ્રા. લિમિટેડ દ્વારા સિક્યુરિટી સુપરવાઇઝર અને સિક્યુરિટી ગાર્ડસ ની ભરતી ની જાહેરાત કરવામાં આવી હતી. તાલુકાના 60 જેટલા યુવાનોને આ ભરતીની જાણ થતાં યુવાનો પોતાની તૈયારી સાથે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે ગયા હતા. પરંતુ ત્યાં આ કંપની ના કોઈ જ કર્મચારી ન હતા. જાહેરાત પત્રિકા માં જણાવેલ મોબાઇલ નંબર પર ફોન કરતા એમના તરફ થી ડીયાપાડાની ભરતી થઈ ગઇ હોવાનું જણાવ્યું હતું. છેતરપીંડીનો ભોગ બનનાર દ્રુપદ વસાવાએ જણાવ્યું હતુ કે, ભરતીના સ્થળે પહોંચતા ત્યાં કંપનીના કોઈ કર્મચારીઓ ન દેખાતા અમે પૂછતાછ કરી હતી. શાળા ના સંચાલક મારફતે એવી કોઈ ભરતીની પરવાનગી આપી ન હોવાનું માલુમ પડતા અમે મામલતદાર અને પોલિસ સ્ટેશનમાં જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...