તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નવી બની રહેલી સિવિલની અધુરી કામગીરી સમયસર પૂરી ન થતાં વહીવટી તંત્ર સામે રોષ

ચીકદા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યએ ડેડિયાપાડામાં થઈ રહેલા વિકાસના કામોની અચાનક મુલાકત લીધી

દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ દેડિયાપાડામાં થઈ રહેલા વિકાસના કામો ની અચાનક મુલાકત લીધી હતી. ધારાસભ્ય મહેશ વસાવાએ દેડિયાપાડામાં નવી બની રહેલી સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. તેમજ હોસ્પિટલની અધુરી કામગીરી સમયસર પૂરી ન થતાં વહીવટી તંત્ર ઉપર આક્રોશ વ્યક્ત કર્યો. અંદાજીત 27 કરોડનાં ખર્ચે તૈયાર થઈ રહેલી નવી સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારે બાદ આઝાદીના વર્ષોના વહાણાં વાયા પછી પહેલીવાર દેડિયાપાડા તાલુકાના કોકટી થી નિનાઈ ધોધ સુધીનો રસ્તો ડામર રોડ બન્યો છે તેમજ શીશા, મોહબી પાનખલાનો ડામર રોડ પહેલીવાર બનેલો છે.

ધારાસભ્યએ તેની મુલાકાત લીધી હતી. આ રસ્તો બનતા નિનાઈ ધોધ પ્રવાસીઓને જવા આવવા માટે મુશ્કેલી નહીં પડે એવું તેમણે જણાવ્યું હતું. અંદાજીત ૧૫ કરોડનાં ખર્ચે દેડિયાપાડા થી મોવી સુધીના નવા બની રહેલો રસ્તો સારો બને અને જલદી બને એવી સુચના કોન્ટ્રાકટરને ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...