હુકમ:ગ્રામ પંચાયતમાં હાજર ન રહેનાર તલાટી સામે કાર્યવાહી થશે: DDO

ચીકદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીઓ હાજર ન રહેતા હોવાની ફરિયાદ

ડેડીયાપાડા તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતમાં તલાટી કમમંત્રી હાજર ન રહેતા હોવાની ફરિયાદો ઉઠી હતી. તલાટી કમ મંત્રી તાલુકા મથકે જ ભાડાની ઓફીસો બનાવી ત્યાંથી વહીવટ કરે છે. જેથી લોકોના રૂપિયા અને સમય બંને બગાડી તાલુકા મથકે આવવું પડે છે. અંતરિયાળ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનો લાભ દરેક વ્યક્તિને સમયસર મળેે તે માટે તલાટી પંચાયતમાં હાજર રહે તે જરૂરી છે.

તાલુકામાં તલાટીઓને એક કરતાં વધુ ગ્રામ પંચાયતનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાથી તાલુકા કક્ષાએથી જે તે ગ્રામ પંચાયતની મુલાકાતના નક્કી કરેલા દિવસો મુજબ ગ્રામ પંચાયતમાં હાજરી આપવાની હોય છે. નોટીસ બોર્ડ ઉપર મુલાકાતી દિવસની માહિતી ફરજીયાત મુકવાની હોય છે. જેથી ગ્રામ્ય લેવલે લોકોને પંચાયતને લગતી બધી સુવિધા મળી રહે.

તાલુકા મથકે કાયદેસર ઓફિસ ન રાખી શકાય
તલાટી કમ મંત્રી એ તાલુકા કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારી મારફતે નક્કી થયેલા સમય પત્રક મુજબ ફાળવેલી ગ્રામ પંચાયતમાં હાજરી આપી ફરજ બજાવવાની હોય છે. તાલુકા મથકે કાયદેસર ઓફીસ ન રાખી શકાય. જો આ બાબતે ગેરરીતી જણાશેતો તેમની સામે પગલાં ભરીશું. - પી. ડી. પલસાણા, જિલ્લા વિકાસ અધિકારી, નર્મદા.

અન્ય સમાચારો પણ છે...