તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કાકરપાડા સ્ટેશન પાસે ટાઇલ્સ ભરેલી બે ટ્રકો વચ્ચે અકસ્માત

ચીકદા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી

ડેડીયાપાડા તાલુકાના કાકરપાડા બસ સ્ટેન્ડ પાસે ઢાળ ઉપર ચઢતા ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા પોતાની ટ્રક રિવર્સમાં પાછી લાવતા સંતોષભાઈ દેવનારો નાગરે ની ટ્રકને પલટી ખવડાવી નુકસાન કરતા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

ટ્રક ચાલક પોતાની ટ્રક નં- MH - 20 - DE -7287 ને લઇને તા 6 જુલાઈ ના સાંજના આઠેક વાગ્યાના સમય દરમ્યાન દેડીયાપાડા થી સાગબારા જતા હતા. તે સમયે રોડ ઉપર કાકરપાડા બસ સ્ટેન્ડ નજીક તેમની આગળ ચાલતી ટ્રક નં- MH - 18 - H - 2151 ના ચાલકે ઢાળ ઉપર ચઢતા ટ્રક ઉપરનો કાબુ ગુમાવી પોતાની ટ્રક રિવર્સમાં પાછી લાવતા સંતોષભાઈ ની ટ્રક સાથે પોતાની ટ્રક પાછળ થી અથાડી દેતા ફરીયાદી ની ટ્રક રોડની સાઇડમાં ઉતારી દઇ પલટી ખવડાવી તથા પોતાની ટ્રક સાઇડમાં ઉતારી દઇ બંને ટ્રકને નુકશાન પહોચાડી તથા બંને ટ્રક માં ભરેલ ટાઇલ્સને નુકશાન પહોચાડતા તારીખ 7 જુલાઈના રોજ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...