તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:ડેડિયાપાડા તાલુકામાં નવા સબ સ્ટેશનો માટે જગ્યા આપવા 3 પંચાયતના સરપંચો સહમત

ચીકદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિસાન સર્વોદય યોજનામાં વીજળી નિયમિત મળે તે માટે નવા સબ સ્ટેશન બનવા જરૂરી

ડેડિયાપાડા ખૈડીપાડા ગામે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે દ્વિતીય ખેડુત શિબિર યોજવામાં આવી હતી. અગાઉ જરગામ ગામે પ્રથમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોની ખેતી વિષયક સમસ્યાની ચર્ચા કરાઈ હતી. જેમાં ખેડૂતોની મુખ્ય સમસ્યા ખેતીવાડીમાં અનિયમિત વીજપુરવઠો હતી. જેના માટે નવા સબ સ્ટેશનો બને તે માટે પંચાયત દ્વારા જમીન ફાળવવામાં આવે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં બીજી વાર યોજાયેલી શિબિરમાં ચીકદાથી ખૈડીપાડા ગામ વચ્ચે આવેલી ત્રણ પંચાયતના સરપંચ તેમજ ગામ લોકોની સહમતીથી આ નવા સબ સ્ટેશનો બનાવવા માટેની જમીન આપવાની ઈચ્છા દર્શાવી છે. જેમાં જેટકોના અધિકારીઓને જે જગ્યા યોગ્ય લાગે ત્યાં નવા સબ સ્ટેશનો બનાવી શકશે. ત્રીજી ખેડૂત શિબિરમાં ચીકદા ખાતે નવી જી ઇ બી ની ઓફીસ બને અને ત્યાં પૂરતી સંખ્યામાં સ્ટાફ પૂરો પાડવામાં આવે તેની રજુઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...