દુર્ઘટના:ડેડિયાપાડાના સીંગલગભાણ ગામના ખેતરમાં વીજળી પડતાં ખેતરમાં ચરવા ગયેલા 17 પશુનાં મોત

ચીકદા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં ચરવા માટે ગયેલા પશુના મોત થતાં પશુપાલકોને અંદાજે રૂપિયા 1.10 લાખનું નુકશાન પહોંચ્યું

ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા સીંગલગભાણ ગામે ગાજવીજ સાથે વધુ વરસાદ થતાં ગામના અલગ અલગ ખેડૂતોના પશુઓ જેમાં સોળ જેટલી બકરીઓ અને એક બળદ ઉપર આકાશી વીજળી પડતા તમામ પશુઓના ખેતરમાં જ મોત થયા હતા. ગામના સીમાડામાં આવેલા ખેતરમાં વરસાદ વધુ પડતા સાગના ઝાડ નીચે પશુઓ ઉભા હતા તે જ સમયે વીજળી પડતા તમામ પશુઓનું મોત થયું હતું. પીપલોદ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા મળતી માહિતી મુજબ આ સિવાય અન્ય કોઈ જાનહાનિ થઈ નહોતી મરણ પામેલ બળદ તેમજ બકરીઓની અંદાજીત કુલ કિંમત રૂપિયા 1,10000 માનવામાં આવી રહ્યા છે.

વીજળી પડયાના મેસેજ મળતા સરપંચ સાથે સ્થળ મુલાકાત કરી હતી. 16 બકરી અને એક બળદના પશુઓનું મોત થયું છે. પશુ દવાખાનાની ચિકિત્સકની ટીમ પશુઓના પી.એમ. માટે પહોંચી હતી.બનાવના વિગતવાર અન્ય સાધનિક કાગળો રજૂ કરી પશુપાલકોને સહાય મળે તેવા પ્રયત્ન કરીશું. > મગન વસાવા, તલાટી કમમંત્રી, ડુમખલ, ગ્રામ પંચાયત.

ગામની સીમમાં આવેલા ખેતરના શેડા પર સાગના ઝાડ નીચે બકરીઓ તેમજ પશુઓ ઉભા હતા. વધારે વરસાદ અને કડાકા સાથે વીજળી પડતા પશુઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તલાટી તેમજ પશુ દવાખાનાના કર્મચારીઓ સ્થળ પર આવી તપાસ કરી ગયા છે. પશુપાલકોને સહાય મળે તે માટે પ્રયત્ન કરીશું. > કુમારીયા વસાવા, સભ્ય, સીંગણગભાણ.

અન્ય સમાચારો પણ છે...