તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:નર્મદા જિલ્લામાંં 15 ડિસે. સુધી મતદાર યાદીમાં સુધારો કરાશે

ડેડિયાપાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેડીયાપાડા - સાગબારાના મતદાન મથકો પર BLOની કામગીરી

નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિભાગોમાં તા.9 મી નવેમ્બર,2020 થી તા 1 જાન્યુઆરી 2021 ની લાયકાત તારીખ સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. આ કાર્યક્રમ તા.15 મી ડિસેમ્બર, 2020 સુધી ચાલશે.જિલ્લામા આ સમયગાળા દરમિયાન તા.22 નવેમ્બર 2020, 29 નવેમ્બર 2020,6 ડિસેમ્બર 2020 અને તા.13 ડિસેમ્બર 2020 ના રોજ ખાસ ઝુંબેશ દિવસો તરીકે નિયત કરવામાં આવેલ છે. આ દિવસો દરમિયાન નર્મદા જિલ્લાના જે તે વિસ્તારના મતદાન મથકો ઉપર સવારના 10 થી સાંજના 5 કલાક સુધી બી.એલ.ઓ હાજર રહેશે, જેમાં મતદાર યાદીમાં નામ નોધાવા,રદ કરાવવા,કોઇ નામ સામે વાંધો લેવા વગેરે મતદાર યાદી સંબંધી સુધારા વધારા અંગેના ફોર્મ સ્વીકારવાની કામગીરી કરાશે તેમજ મતદાન મથકે જઇ તા.01 જાન્યુઆરી 2021 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરીકનું નામ નોંધાવવા માટે નમૂના-6 માં અરજી કરવાની રહેશે.

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લાના તમામ નાંદોદ અને દેડીયાપાડા મત વિસ્તારના મતદાર નોંધણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારી કચેરી તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તથા નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા મામલતદારોની કચેરી ખાતે તેમના હક્ક-દાવા,વાંધાઓ તા.15 મી ડિસેમ્બર સુધી રજૂ કરી શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser