તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડેડિયાપાડાના ફુલસર ગામમાંથી 12 લાખનાે વિદેશી દારૂ ઝડપાયો

ચીકદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંધારાનો લાભ લઇ બુટલેગરો ભાગી છૂટ્યા, ચાર શખ્સો વોન્ટેડ

દેડીયાપાડાના ફુલસર ગામની સીમમાંથી પોલીસે રૂપિયા 1.20 લાખના દારૂ સહિતનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. આગામી તાલુકા-જિલ્લા પંચાયતની ચુંટણીઓને લઈને નર્મદા જિલ્લામાં બુટલેગરો સક્રિય બન્યા છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિ પુર્ણ રીતે પાર પાડવા પોલીસ પણ કામે લાગી છે. જેમાં લીસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા કામગીરી કરી રહ્યા છે.

દરમિયાન ડેડિયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં નીકળતા બાતમી મળી હતી કે, ગીચડ ગામના સુરતન મોહન વસાવા તેના મળતીયાઓ ફુલસરના જગદીશ પાંચીયા વસાવા સાથે મળીને ફુલસર ગામની સીમમાં આવેલા જંગલ જમીન વાળા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. આ દારૂનો જથ્થો માંડણ ગામનો સુરેશ ઇશ્વર વસાવા લેવા માટે આવ્યો હતો. બાતમીના આધારે ડેડિયાપાડા પીએસઆઈ એ.આર.ડામોરે સ્ટાફ સાથે રેઇડ કરતા ત્રણથી ચાર શખ્સો પોલીસનું વાહન જોઈ જતાં અંધારાનો લાભ લઇને જંગલમાં નાસી ગયા હતા. જગ્યા પરથી વિદેશી દારૂની 21 પેટી જેની કિંમત રૂપિયા 1.05 લાખ, એક બાઈક જેની કિંમત 15 હજાર, મળી કુલ રૂપિયા 1.20 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે સુરતાન મોહન, જગદીશ પાંચીયા વસાવા, ખેતર માલીક મુળજી રતીયા વસાવા અને સુરેશ ઇશ્વર વસાવાને વોન્ટેડ જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો