કોરોના રસીકરણ:નર્મદાના ડેડીયાપાડાની 18 હાઈસ્કૂલોમાં બાળકોને રસી મૂકવા આરોગ્ય વિભાગની 11 ટીમો પહોંચી

ડેડિયાપાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળા સહિત વાલીઓ ને કોઈ પ્રકાર ની જાણ જ ન કરાતાં વાલીઓમાં ભારે રોષ ફેલાયો

કોરોના ની મહામારી થી બચાવવા માટે સરકારે આજથી 15 થી 18 વર્ષ ની ઉંમર ના બાળકો ને કોરોના ની રસી આપવાની શરૂઆત કરી હોય નર્મદા જીલ્લા માં વેક્સિન નો કાર્યક્રમ શરૂ કરવામા આવ્યો છે,ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જીલ્લા ના દેડિયાપાડા ખાતે ની શાળા ઓ મા પણ વેકસિનેશન ની કામગીરી આરંભી હોવાનું જાણવા મળ્યું છે. પરંતું આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓ ને કોઈ પ્રકાર ની અગાઉ થી જાણ જ ન કરતા શાળા સંચાલકો સહિત વલીઓ માં રોષ ફેલાયેલો હતો.

ડેડીયાપાડા ની એ. એન. બારોટ વિદ્યાલય સહિત સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ સહિત ની શાળાઓ ખાતે આજરોજ આરોગ્ય વિભાગ ની ટીમો પ્હોંચી હતી અને શાળા મા અભ્યાસ કરતા 15 થી 18 વર્ષ ની ઉંમર ના બાળકો ને રસી આપવામાં આવી હતી. જેમાં ત્રણેક બાળકો અચાનક બિમાર પડ્યા હતા, બાળકો મા રસી લેવા અંગે ગભરાટ ફેલાયો હતો, શાળા મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને રસી આપવાની જાણ વાલીઓ પણ કરવામાં આવી નહોતી, જેથી વાલીઓ મા રોષ ફેલાયો હતો.

ડેડીયાપાડા ની એ. એન. બારોટ વિદ્યાલય માં 190 બાળકોને જ્યારે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ માં 100 બાળકો ને રસી મૂકવા મા આવી હોવાનું જાણવા મળ્યું છે. આદીવાસી વિસ્તારો મા કોરોના ની રસી લેવા અંગે આદિવાસીઓ માં અનેક મતમતાંતરો છે ત્યારે શાળા મા અભ્યાસ કરતા તેમનાં બાળકો ને રસી મૂકવાની તેઓને જાણ સુદ્ધાં ન કરાતાં તેમનામાં રોષ જોવા મળ્યો હતો.

રસી આપતા પહેલા બાળકોનાં વાલીઓને જાણ કરવી
કોરોના ની મહામારી સામે રક્ષણાત્મક રસી આપવાની શરૂઆત સરકારે કરી છે ત્યારે શાળાઓ મા અભ્યાસ કરતા 15 થી 18 વર્ષ ની ઉંમર ના વિદ્યાર્થીઓ ને રસી આપવાની હોય સરકારી પરિપત્રમાં રસી આપતા પહેલા બાળકોનાં વાલીઓને જાણ કરવીની સ્પષ્ટ જોગવાઈ છતાં જાણ કેમ કરવામા આવી નથી ? આમેય ડેડીયાપાડા સહિત ના આદીવાસી વિસ્તારો મા રસી અંગલોકોમાં ભારે ગેરસમજ અને ભય ફેલાયેલો હતો.

અન્ય સમાચારો પણ છે...