તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ:હલકો કપાસ CCI ખરીદતી નથી અને ખુલ્લા બજારમાં ભાવ નીચા!

વાંકાનેર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

સી.સી.આઇ.કેન્દ્રમાં સરકારના માપદંડથી હલકી ગુણવત્તા વાળા કપાસ ખરીદવા ધારાસભ્યએ રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે ખેડૂતો ખુલ્લા બજારમાં વેચાણ કરતા નથી ને સી.સી.આઇ. માપદંડથી હલકી ગુણવત્તા વાળા કપાસની ખરીદી ન કરતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. 

હાલ લોકડાઉન સમયે કપાસના ખેડૂતો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા
કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી માટે સી . સી . આઈ .ને જવાબદારી સોંપાઈ છે . પરંતુ મોટાભાગના ખેડૂતોનો કપાસ સી.સી.આઈ.મારફત નકકી કરેલા ગુણવતાના માપદંડ પ્રમાણે ન હોય ત્યારે રીજેક્ટ કરવામાં આવે છે, હાલ કપાસનો બજારભાવ ટેકાના ભાવથી ખૂબ જ નીચો હોઈ, ખેડૂતોએ પોતાનો કપાસ ખુલ્લા બજારમાં વેચ્યો નથી. અને સી.સી.આઈ. મારફત સરકાર પણ તેમનો કપાસ ખરીદતી નથી. પરીણામે હાલ લોકડાઉન સમયે કપાસના ખેડૂતો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. ખેડૂતોના આ પ્રશ્ન અંગે વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા સહિતના આગેવાનોએ મોરબી કલેકટરને રજૂઆત કરી છે અને યોગ્ય કરવા માગણી દોહરાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો