તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારથ:વીરપુરનો પરિવાર શંખ અને છીપમાં નક્શીકામ કરી પ્રાણ ફૂંકવામાં માહેર, રાજ્યકક્ષાએ પ્રથમ સન્માન

વીરપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કલાકૃતિની અદકેરી કદર - Divya Bhaskar
કલાકૃતિની અદકેરી કદર
 • સોલંકી પરિવારે હસ્તકલાને નવી જ ઊંચાઇ આપી અને પ્રથમ પારિતોષિક મેળવ્યું

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક નાગરિકને આત્મનિર્ભર બનવાનું સૂત્ર આપેલ છે. તે સૂત્રને વિરપુરના સોલંકી પરીવારે પોતાની હસ્તકલા મારફત સાકાર કરી પરીવાર આત્મનિર્ભર બન્યો અને અન્યોને પણ આત્મનિર્ભર બનાવી રાજ્ય કક્ષાનું હસ્તકલાનું પ્રથમ પારિતોષિક પણ મેળવ્યું.

વીરપુર એટલે સંત જલારામબાપાનું ગામ કે જયાંનો રોટલો જગતભરમાં વિખ્યાત છે. હવે આ રોટલા સાથે ગામના એક પરીવારની હસ્તકલાની કારીગરી પણ જગવિખ્યાત બની ગઈ છે. આ પરીવાર એટલે સોલંકી પરીવાર જેના વડીલ અશોકભાઈએ વીસેક વર્ષ પૂર્વે દરિયામાંથી મળતા શંખ અને છીપલામાંથી ઘરના સુશોભનની તેમજ મહિલાઓના આભૂષણો વગેરે બનાવવાની કામગીરીની શરૂઆત કરી હતી. આ કામગીરીમાં ધીમેધીમે તેમના પૂરો પરીવાર જોડાતો ગયો. જેમાં તેમના મોટા પુત્ર અમિતભાઇ શંખ પર બારીક નકશીકામની કામગીરી શીખ્યા. જેમાં તેઓએ શોપીસ માટે શંખ પર ભગવાનના જુદાજુદા ચિત્રો બનાવ્યા તેમાં લક્ષ્મીજીનું ચિત્રની કોતરણી માટે તેમની કૃતિ હસ્તકલાના પારિતોષિક માટે તેઓએ મોકલેલ જે કૃતિ ગૃહ અને કુટીર ઉદ્યોગના રાજયકક્ષાના મેળાવડામાં પ્રથમ નંબરે આવતા ધ્રોલ ખાતે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ અમિતભાઇનું સન્માન કરી એક લાખ રોકડા તેમજ પ્રથમ નંબરનું શિલ્ડ આપ્યું હતું.

હસ્તકલાની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં વીરપુરના અમિતભાઇને શંખ પર લક્ષ્મીજીના ચિત્રને પ્રથમ પારિતોષિક મળતા સમગ્ર વીરપુરમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો હતો. આ પરીવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર બનાવના સૂત્રને તો સાકાર કર્યું જ સાથોસાથ આ હસ્તકલાની કામગીરીમાં ગામની અન્ય મહિલાઓને રોજગારી આપી તેઓને પણ આત્મનિર્ભર બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો