તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોની સાંસદને રજૂઆત:રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર વીરપુર પાસે બ્રિજની તાત્કાલિક જરૂર

વીરપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઇવે પર ટ્રાફિક રહેતો હોય ચરખડીના ખેડૂતોની સાંસદને રજૂઆત

જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં નેશનલ હાઈવે પરથી વીરપુર જવા માટેનો મુખ્ય રસ્તો છે, રસ્તો વીરપુરમાંથી ગુરૂકુળ થઇ ચરખડી જવાનો જૂનો રાજાશાહી વખતનો ગાડા મારગ પણ છે, જે રસ્તો હાલમાં હાઇ વે ક્રોસ કરીને જાય છે જેમને લઈને જૂના ચરખડીના રસ્તે આવેલા 400 થી 500 જેટલા ખેડુતોની ખેતીની જમીન પણ આવેલી છે, જેને કારણે ખેડૂતોને બળદગાડા, ટ્રેક્ટર તથા માલધારીઓને પશુઓ લઇને આ રોડ જતા હાઈવે ક્રોસ કરવાના કારણે અવાર નવાર અકસ્માત સર્જાય છે.

જેથી ખેડૂતોના, રસ્તે ચાલનાર રાહદારીઓને પોતાના જીવના જોખમે આ રસ્તે હાઇવે ક્રોસ કરવો પડે છે. તો વીરપુર બસ સ્ટેન્ડ સામે આવેલ દેવપરા નામના વિસ્તારમાં 600 જેટલા લોકોના પરિવારના રહેણાંક વિસ્તાર હોવાથી તે લોકોને ખરીદી કે પોતાના બાળકોને સ્કુલે જવા-આવવા માટે હાઇવે ક્રોસ કરીને જવું પડે છે.

કેટલાક લોકોએ તો આ રોડ ક્રોસ કરવામાં પોતાના જીવ પણ ગુમાવ્યા છે અને અનેક વાર અકસ્માત પણ સર્જાય છે જેને કારણે દેવપરા વિસ્તારના તમામ લોકોની અને ખેડૂતોની માંગ છે કે આ હાઇવે પર આ જગ્યાએ અન્ડરબ્રિજ બનાવવો જોઇએ અથવા તો ઓવરબ્રિજ, જેમને લઈને રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય અસ્વીનાબેન જનકભાઈ ડોબરીયા તેમજ રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરીયા તથા જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ વેલજીભાઈ સરવૈયા સહિતના આગેવાનોએ ખેડૂતોને સાથે રાખીને પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુકને સ્થળ પર બોલાવીને હાઈવે પર ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ બનાવવાની રજૂઆત કરી હતી. સાંસદ રમેશભાઈ ધડુકે હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાતચીત કરી બન્ને જગ્યાએ અન્ડરબ્રિજ અથવા ઓવરબ્રિજ બનાવવા આવશે તેવી બાંહેધરી આપતા ખુશી વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...