તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય જયસુખરામબાપા દ્વારા મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેટ કે સોગાદ સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને આજે એકવીસ તેમજ પૂજ્ય જલારામબાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને ૨૦૧ વર્ષ પૂર્ણ થયા હતા. ઉલ્લેખનીય છે કે જલારામ ધામ તરીકે પ્રખ્યાત એવા વીરપુરમાં છેલ્લા કોરોના કાળને બાદ કરતાં બે સદીથી પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ક્યારેય પ્રસાદી ખૂટી નથી
આજે શનિવાર અને મહા સુદ બીજનો સુવર્ણ દિવસ વીરપુર પૂજ્ય જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય જયસુખરામ બાપા દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાતનો સ્વીકારવામાં નહિ આવે. આવો “ન ભૂતો ન ભવિષ્યતિ” કહી શકાય તેવા નિર્ણયને એકવીસ વર્ષ પૂર્ણ થઈ ગયા. આ ૨૧ વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રસાદીનો લાભ લીધો હશે. છતાંય હજુ વિરપુરમાં મંદિર દ્વારા પહેલાની જેમ જ સદાવ્રત ચાલી રહ્યું છે, અહીંથી ક્યારેય કોઇ પ્રસાદી લીધા વગર કે ભૂખ્યા જતું નથી. અહીંની પ્રસાદીનો પણ મહિમા અપરંપાર છે. ગમે તેટલા શ્રધ્ધાળુઓ ઉમટી પડે, અહીં ક્યારેય પ્રસાદી ઘટતી નથી કે કોઇ ભૂખ્યા જતું નથી.
વિશ્વભરમાં અલગ-અલગ સંપ્રદાયો દ્વારા ચલાવાતા સદાવ્રતો માટે આ અન્નક્ષેત્ર એક મિસાલ સમાન
પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી બાપાના દુનિયાભરમાં ફેલાયેલા અસંખ્ય ભક્તોએ પોત પોતાના સ્થળોએ બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી અને બાપાના પ્રિય કાર્યને આગળ વધાર્યું છે. સાથે આજે પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે. અહીં જે રીતે સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમાંથી પણ મેનેજમેન્ટ ગુરુઓ શીખી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.