તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુલ બન્યા અકસ્માત ઝોન:35 કિ.મી.માં આવેલા 15 પુલની રેલિંગ જર્જરિત

વીરપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેતપુર રાજકોટ હાઇવે પર પીઠડિયા ટોલ પ્લાઝાથી ગોંડલ સુધીના પુલ બન્યા અકસ્માત ઝોન

વીરપુર-જેતપુર-રાજકોટ નેશનલ હાઈ વે પર વીરપુર પાસે આવેલા પીઠડીયા ટોલ પ્લાઝાથી લઈને ગોંડલ સુધીના 35 કિમીના અંતરમાં 15 પુલની રેલિંગ તૂટી ગઈ હોવા છતાંય નેશનલ હાઈ વે ઓથોરિટી દ્વારા રીપેરીંગની કામગીરી શરૂ ન કરી કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોઇ રહ્યા હોય તેવું વાહન ચાલકોમાં ચર્ચાઇ રહ્યું છે.

બીજી બાજુ સરકાર નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી કરીને વાહન ચાલકો પાસેથી રોજ લાખો કરોડો રૂપિયાનો દંડ વસૂલી રહ્યા છે. ઉપરથી જ્યાં જોઈએ ત્યાં જાણે પડ્યા પર પાટુ મારતા હોય તેટલા ટોલ નાકાનો ટોલ ટેક્ષ ઉઘરાવવા ઉભા કરી દીધા છે. કરોડો રૂપિયાનો ટોલ ટેક્ષ વસુલતા ટોલ નાકા પાસે રોડ પુલ રીપેરીંગ કરાવાની જવાબદારી હોવા છતાંય રીપેરીંગની કંઈ કામગીરી કરાતી નથી.

જેમાં જેતપુર-રાજકોટ નેશનલ હાઈ વે પર વીરપુર પાસે બે કે ત્રણ કિલોમીટરના અંતરમાં જ 5 પુલની રેલિંગ છ મહિનાથી તૂટી ગઈ છે જેમાં બિહામણી પુલ, બસ સ્ટેન્ડ પાસેનો પુલ તેમજ જેઠાબાપા મંદિર પાસેના પુલની રેલિંગ તૂટેલી હાલતમાં છે. જ્યારે થોડા દિવસ પૂર્વે જ જેઠાબાપાના પુલ પાસે દૂધ ભરેલી ટ્રક પુલ નીચે ખાબકી અને અઠવાડિયા બાદ સામેની બાજુની રેલીંગ તોડી સિમેન્ટ ભરેલો એક ટ્રક પુલ હેઠળ ખાબક્યો જેથી ત્યાં પુલ બંને બાજુ રેલિંગ વગરનો થઈ ગયો છે.

પુલ નીચેથી વીરપુર થી મેવાસા, જેપુર, હરિપુર, થોરાળાના 15 ગામે જવાનો રસ્તો છે તેમજ વીરપુરના ખેડૂતો પણ આ પુલ નીચેથી પસાર થઈને પોતાના ખેતરે જાય છે. સદભાગ્યે હજુ સુધી અકસ્માત સમયે પુલ ઉપરથી વાહન નીચે ખાબકતા સમયે નીચે પસાર થતા કોઈ લોકોને જાનહાની થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...