આતુરતાનો અંત:જલારામબાપાની જગ્યાના મંગલ દ્વાર સોમવારે ખુલશે, આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં મળે

વીરપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાવિકો માટે આ દ્વાર સોમવારથી માત્ર દર્શન માટે ખુલશે - Divya Bhaskar
ભાવિકો માટે આ દ્વાર સોમવારથી માત્ર દર્શન માટે ખુલશે
  • 65 દિવસ બાદ 14મીથી ભાવિકો જલાબાપાની જગ્યાએ દર્શનાર્થે આવી શકશે

કોરોના વાયસરની બીજી લહેરને લઈને વધુ સંક્રમણ ન ફેલાય તે માટે ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ તારીખ 11 એપ્રિલના રોજ પૂજ્ય જલારામ બાપાની જગ્યા દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો જે 65 દિવસ બાદ આવતી 14 જૂન અને સોમવારના રોજ દર્શનાર્થીઓ માટે ખુલશે,સરકાર દ્વારા 11 જૂને રાજ્યના તમામ ધાર્મિક સ્થળો ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર કે જ્યાં પૂજ્ય સંત જલારામ બાપાની જગ્યા તા.14 જૂને દર્શન માટે ખુલશે.

સોમવારથી સરકારી નિયમોને આધીન જલારામ ભક્તો બાપાના દર્શન કરી શકશે. દર્શનાર્થીઓએ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિર પાસેથી રજિસ્ટ્રેશન ઓફીસેથી રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવી ટોકન સિસ્ટમથી પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં દર્શન કરવા માટે પ્રવેશ કરી શકશે. દર્શનનો સમય સવારે ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધી રહેશે દર્શનાર્થીઓને સવાર - સાંજ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ રહેશે

સરકાર દ્વારા રાજ્યના તમામ ધાર્મિક સ્થળો ખોલવાના નિર્ણયને લઈને બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામબાપા દ્વારા જલારામ બાપાની જગ્યા તા.14 જૂને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓએ મોઢે માસ્ક ફરજિયાત બાંધવાનું રહેશે અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે પછી જ પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં પ્રવેશ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...