સ્તુત્ય નિર્ણય:બિલખાના નુરસતાગોરધામમાં રવિવારે યોજાશે ક્ષત્રિય ખાંટ સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ

વીરપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમારોહમાં વ્યસનમુક્તિ, બેટી બચાવો બેટી બઢાવોનો સંકલ્પ લેવડાવી સામાજિક ફરજ નિભાવાશે
  • દીકરીઓને કરિયાવરમાં ભગવત ગીતા સહિત ૫૬ જેટલી ગૃહઉપયોગી વસ્તુઓ ભેટમાં અપાશે

સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા જૂનાગઢ જિલ્લાના બીલખાના નવાગામમાં આવેલા સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના ગુરુદ્વાર નૂરસતાગોર ધામ ખાતે આગામી તા.૮/૫/૨૦૨૨ને રવિવારે રાત્રે પાંચમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,આ સમૂહ લગ્નમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આઠ યુગલ પ્રભુતામાં પગલાં માંડશે તેમજ સાથો સાથ વ્યસન મુક્તિ,બેટી બચાવો,બેટી પઢાવોના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે.

આ સમૂહ લગ્નમાં દીકરીઓને ભગવત ગીતા સહિતની છપન્ન જેટલી નાની મોટી વસ્તુઓનો કરિયાવર કરવામાં આવશે. ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા આયોજિત આ પાંચમા સમૂહ લગ્નોત્સવમાં ખાંટ રાજપૂત સમાજના દાનવીરોનો સન્માન સમારોહ પણ યોજવામાં આવશે તેમજ આ સમૂહ લગ્નમાં મુકતાનંદ બાપુ ચાંપરડા તેમજ રાજભારતી બાપુ- ઝાંઝરડા તથા રામરૂપદાસજી ભક્ત ચૈલેયાધામ-બીલખા સહિત સંતો નવ યુગલોને આશિર્વચન પાઠવશે.

મુખ્ય મહેમાનોમાં પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ તેમજ વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા સાંસદ રાજેશભાઈ ચુડાસમા,સાંસદ રમેશભાઈ ધડુક,પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા,જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત ખાંટ રાજપૂત સમાજના ડો.જીતેન્દ્રભાઈ પીપળીયા, ભુપતભાઇ સોલંકી,વેલજીભાઈ સરવૈયા, અનુભાઇ ગુજરાતી,રાજુભાઇ સરવૈયા, વગેરે રાજપૂત સમાજના અગ્રણીઓ અને અતિથિઓ સહિતના રાજકીય આગેવાનો હાજરી આપશે. જ્યારે આ પાંચમા સમૂહ લગ્નોત્સવના અધ્યક્ષ કે.પી.ગુજરાતી, મુકેશભાઈ ઝાલા, રમેશભાઈ મકવાણાની, ભૂરાભાઈ મકવાણા,પ્રવીણભાઈ વાઘેલા તેમજ હરેશભાઇ મકવાણાની અધ્યક્ષતામાં યોજાશે.

આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠનના એક હજાર જેટલા યુવાનો તેમજ ખાંટ રાજપૂત સમાજના સ્વયંમ સેવકો ખડેપગે રહી જહેમત ઉઠાવશે તેમ પાંચમા સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ ભાવેશ મકવાણાની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...