તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વીરપુરમાં એનર્જી ડ્રિંકના નામે કેફી પીણાંનું થતું વેચાણ

વીરપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેચાણ પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ
 • યાત્રાધામને બદીઓથી મુક્ત રાખવું જરૂરી

સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ કે જ્યાં હજારો લોકો જલારામ બાપાના દર્શને આવતા હોય છે પરંતુ યાત્રાધામ વિરપુરમાં છેલ્લા ઘણા સમયથી આલ્કોહોલિક એનર્જી ડ્રિંક્સ અને તેના નામે કેફી પીણાંનું તેમજ દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

હોળી-ધુળેટી તહેવારોને લઈને યાત્રાધામમાં વિરપુરમાં અમુક પાનના ગલ્લાઓમાં આલ્કોહોલિક એનર્જી ડ્રિંક્સનું વેચાણ થઈ રહ્યું છે તો અનેક જગ્યાએ દેશી દારૂની હાટડીઓ ધમધમે છે, વિરપુર તેમજ આજુબાજુના 20 જેટલા ગામડાઓમાંથી લોકો કાયમી ખરીદી માટે વિરપુર આવતા હોય છે ત્યારે વિરપુરના અમુક પાનના ગલ્લાઓ પર એનર્જી ડ્રિંક્સના નામે આલ્કોહોલિક કેફી પીણાં વેચાઇ રહ્યા છે. ત્યારે વિરપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકના યુવાનો આવા પીણાંના વ્યસન કરીને બરબાદ થઈ રહ્યા છે.

વિરપુર એક જગવિખ્યાત યાત્રાધામ છે ત્યારે આવા કેફી પીણાં તેમજ દેશી દારૂના વેચાણ ઉપર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વિરપુર આવતા યાત્રાળુઓ તેમજ વિરપુર ગામના જાગૃત લોકોની માગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો