તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:વીરપુરના લોકોને આધારકાર્ડ માટે જેતપુર સુધીની યાત્રા કરવી પડે છે

વીરપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીરપુરમાં માત્ર પોસ્ટ ઓફિસમાં જ થાય છે આધારની કામગીરી અને કિટનો સદંતર અભાવ
  • પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય

સુપ્રસિદ્ધ યાત્રાધામ કે જે પૂજ્ય સંત જલારામ બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે, વીરપુર કે જે રાજકોટ જિલ્લાનું મોટું ગામ છે અને જ્યાં 18 થી 20 હજારની વસ્તી છે. આટલી મોટી સંખ્યામાં અહીં રહેતા લોકોને નવું આધાર કાર્ડ કઢાવવાનું હોય કે આધાર કાર્ડમાં નામ સુધારો કરાવાનો હોય કે આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય, એ તમામ કામ માટે જેતપુર તાલુકા મથકે ધક્કા ખાવા પડે છે.

કારણ કે તંત્ર દ્વારા યાત્રાધામ વીરપુરમાં માત્ર ને માત્ર એક જ પોસ્ટ ઓફિસમાં જ આધાર કાર્ડની કીટ આપવામાં આવી છે અને એ કીટ પણ છેલ્લા પાંચ મહિના થયા બંધ હાલતમાં છે એટલે કે પોસ્ટ ઓફીસમાં આપેલી આધાર કાર્ડ કામગીરીની કીટ શોભાના ગાંઠિયા સમાન છે જેમને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જ્યારે પોસ્ટ ઓફિસના ફરજ પરના કર્મચારીઓએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ છેલ્લા પાંચ મહિનાથી બંધ હાલતમાં પડેલા આધાર કાર્ડ કીટની હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે લોકના વિકાસની મોટી મોટી વાતો કરતી સરકાર ક્યારે યાત્રાધામ વીરપુરના લોકોની સમસ્યા દૂર કરશે એ પણ એક લોકોમાં ચર્ચાઓ જાગી છે અને વહેલી તકે યાત્રાધામ વીરપુરમાં આધાર કાર્ડને લગતી કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

આરટીઇ અંતર્ગત પ્રવેશમાં બાળકોના વાલીઓને દોડધામ
RTE અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. જેની છેલ્લી તારીખ 5 જુલાઈ છે પરંતુ વીરપુરના બાળકોને RTE શિક્ષણનો લાભ કદાચ નહિ મળે કેમકે ફોર્મમાં આધાર કાર્ડ સામેલ કરવા પડે છે ત્યારે વીરપુરમાં તો આધાર કાર્ડને લગતી કામગીરી થતી જ નથી આવતી. ના છૂટકે આધાર કાર્ડ માટે જેતપુર મામલતદાર કચેરીમાં જવું પડે છે. પરંતુ ત્યાં પણ વેઇટિંગ છે વારો આવશે કે નહીં , ખબર નહીં તેવો જવાબ આપી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...