રાજકોટ:યાત્રાધામ વીરપુરમાં ખાદ્યતેલના ખાલી ડબ્બા બન્યા પક્ષીઓનું ડાઇનિંગ ટેબલ

વીરપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાડલિયા લુહાર જ્ઞાતિના યુવાનોની ખીલી ક્રિએટિવિટી

યાત્રાધામ વીરપુરમાં પક્ષીઓને પાણી અને ચણ એક સાથે મળી રહે તેવું સ્ટેન્ડ કલાના કસબીઓએ બનાવી દીધું છે અને તે પણ  વેસ્ટમાંથી બેસ્ટ. જે વસ્તુ રોજિંદા વપરાશમાં આવતી હોય અને ઘરના એક ખૂણે પડી રહી હોય તેમાંથી પંખીઓના ચણ અને પાણીની વ્યવસ્થા કેમ કરી શકાય એ વીરપુરના અમુક યુવાનોને સુઝ્યું અને તેલના ખાલી ડબ્બામાંથી બનાવ્યા સ્ટેન્ડ. સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈને લોકડાઉનનો ચોથો પાર્ટ ચાલી રહ્યો છે,કોરોનાની સાથે સાથે હિટવેવ એટલે કે ઉનાળાની ઋતુને લઈને કાળઝાળ ગરમી આકાશ માંથી વરસી રહી છે,આ ગરમીમાં પક્ષીઓને રાહત મળે તેમાટે વીરપુર જલારામમાં ગાડલિયા લુહારીયા સમાજના કલાના કસબીઓ એક એવું સ્ટેન્ડ બનાવ્યું કે જેમાં પાણી અને ચણ એક સાથે રાખી શકાય. આ વેસ્ટ માંથી બેસ્ટ બનાવવામાં ગાડલિયા લુહારીયા સમાજ વીરપુરના પ્રમુખ દેવરાજસિંહ રાઠોડ તેમજ ભોલાભાઈ, રાજુભાઈ સવજીભાઈ જેવા યુવાનોએ કળાની કારીગરીથી પક્ષી સ્ટેન્ડ બનાવી આપ્યા, જેમાં ખર્ચ નહિંવત છે અને આશરો અનેકગણો છે.

લોકડાઉનનો સદુપયોગ
રાજસ્થાન મેવાડના રાણા મહારાણા પ્રતાપસિંહજીના વખતમાં ગાડલિયા લુહાર સમાજના લોકો મહારાણા પ્રતાપસિંહજીની સેનામાં તલવાર,ભાલા,વગેરે હથિયારો બનાવતા ત્યારથી લઈને અત્યારના સમય સુધી ગાડલિયા લુહાર સમાજના લોકો અત્યારે પોતાના ઘેરે જ ખેડૂતોને તેમજ ઘરગથ્થુ વપરાશ થાય તેવા લોખંડ કે પતરામાંથી લોકોને ઉપયોગી થાય તેવી વસ્તુઓ બનાવી બજારમાં વેચી પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ કોરોના વાયરસને લઈને લોકડાઉન થતા તે લોકોને પણ રોજગારી મેળવવા તકલીફ ઉભી થઈ છે, આથી નવરાશની પળોમાં તેમણે આવું ક્રિએશન બનાવી આપ્યું.

અન્ય સમાચારો પણ છે...