તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વીરપુર (જલારામ) ગામની સીમ વિસ્તારમાં ખેડૂતોને જવા માટેનો જૂનો મશીતારાનો કાચો ગાડા માર્ગ જેની આડે રેલ્વેનું ફાટક આવેલ છે તે ફાટકને બંધ કર્યા બાદ વધુ સમય સુધી બંધ રાખવામાં આવતું હોવાથી અહીંથી પસાર થતા ખેડૂતોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આથી ખેડૂતોએ રેલવે તંત્રને આવેદન આપી ફાટક ખુલ્લું રાખવા રજૂઆત કરી છે. વીરપુર(જલારામ) ગામના રાણબાગ પાસે વર્ષોથી રેલ્વે ક્રોસિંગ આવેલ છે. આ ક્રોસિંગ પરથી વીરપુર-મશીતારાનો વર્ષો જૂનો ગાડા માર્ગ આવેલ છે. આ ગાડા માર્ગનો મશીતારા ગામે જવા આવવા માટે તેમજ ૫૦૦ જેટલા ખેડૂતો નિયમિત ઉપયોગ કરે છે પરંતુ રેલ્વે ઓથોરિટી દ્વારા આ ક્રોસીંગ પર ઘણા સમયથી એક ફાટક મૂકી દેવામાં આવ્યું છે.
કોરોના કાળમાં આ ટ્રેક પરથી માત્ર સોમનાથ જબલપુર રૂટની એક જ ટ્રેન પસાર થતી હોય તંત્ર દ્વારા ટ્રેન પસાર થઈ ગયાના કલાક સુધી ફાટક બંધ રહેતું હોવાની ફરિયાદ ઉઠી છે. રેલ્વે તંત્રથી ત્રસ્ત ખેડૂતોએ ફાટક પાસે હોબાળો મચાવી ફાટક ખોલોના નારા લગાવી ફાટકને ખેડૂતો માટે ખુલ્લું રાખવાની માંગ કરતું આવેદનપત્ર વીરપુર રેલ્વે સ્ટેશન માસ્ટરને આપ્યું હતું. ફાટક ખોલવાથી ખેડૂતોને રાહત થાય અને ખેતીકામ કરી શકે.
મસીતાળાના ખેડૂતો પશ્ચિમ રેલવેને પાકિસ્તાન રેલવે તરીકે ઓળખે છે
રેલ્વે લોકોની સગવડતાને બદલે અગવડતા ઉભી કરતું હોય તેવું લાગી રહ્યું છે. જેથી ખેડૂતો વેસ્ટર્ન રેલ્વેને બદલે પાકિસ્તાન રેલ્વે તેવું નામ આપીને કહી રહ્યા છે કે અમો તો રેલ્વે તંત્રના જડ નિયમોથી હારી ગયા છે એવું થાય છે કે ખેતીકામ જ મૂકી દઈએ. અત્યારે ખેતીકામ માટે આઠ કલાક વીજળી મળે છે તેમાં ત્રણ કલાલ તો ફાટક ખુલવાની રાહ જોવામાં જ પસાર થઈ જાય છે.
આ ફાટક નોન રેગ્યુલર છે, આથી તેના નિયમ અલગ હોય: રેલવે ઇજનેર
આ અંગે રેલવે ઇજનેર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગોંડલ પાસેના અકસ્માત બાદ રેલવેએ તકેદારી વધારી છે. આ ફાટક નોન રેગ્યુલરની કેટેગરીમાં આવે છે. આથી ટ્રેન પસાર થવાના 20 મિનિટ પહેલાં બંધ કરવું ફરજિયાત હોય અને પસાર થઇ ગયા પછી પણ બંધ રાખવું પડે. વધુ વાહનો એકઠા થાય તો નજીકના સ્ટેશન માસ્તર સાથે વાત કર્યા બાદ ગેટમેનફાટક ખોલી શકે પરંતુ એ માટે 10થી 15 મિનિટનો સમય જાય જ. આથી ખેડૂતોએ સહકાર આપવો જોઇએ. આમાં કશું નિયમ વિરુધ્ધ નથી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.