ખેડૂતો ચિંતિત:વીરપુરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત

વીરપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાકમાં સુકારો આવી જવાની ભીતિ

યાત્રાધામ વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. સમયસર વાવણી કરીને બેસી ગયેલા ખેડૂતોના મોં પર હવે જો સમયસર વરસાદ નહીં થાય તો પાકમાં સુકારો આવી જવાની ચિંતા દેખાઇ રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગયા વર્ષ કરતા ચોમાસું નબળું જોવા મળી રહ્યું છે ત્યારે યાત્રાધામ વીરપુર પંથકમાં તો વાવણી બાદ ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. જેમને લઈને ખેડૂતોએ વાવેલા મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાકોમાં સૂકો આવી જવાની ભીતિને લઈને ચિંતિત બન્યા છે.

ખેડૂતોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વીરપુર પંથકમાં વાવણી બાદ ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ વરસતા વાવેલા પાકોને પૂરતા પ્રમાણમાં વરસાદનું પોષણ ન મળતા કપાસ,મગફળી,સોયાબીન જેવા પાકોનું બે થી ત્રણ વખત વાવેતર કરવું પડ્યું હતું,વાવણી બાદ વાવેલા પાકોમાં નહિવત વરસાદ હોવાથી મગફળી,કપાસ જેવા પાકોમાં સૂકો જોવા મળી રહ્યો છે,ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે જો આગામી આઠ કે દસ દિવસ માં સારો વરસાદ નહિ વરસે તો આ વર્ષે વાવેતર કરેલા પાકો સદંતર નિષ્ફળ જવાની પુરી શક્યતાઓ સર્જાઈ રહી છે.

વીરપુર પંથકમાં વાવણી બાદ સારો એવો વરસાદ વરસ્યો જ નથી જેમને લઈને વાડી,કુવા કે બોરમાં પણ પાણી ચડ્યા નથી. જેમને લઈને કુવાઓ તળિયે ઝાટક થઈ ગયા છે તો વાવેતર કરેલા પાકોને કઈ રીતે પાણી પિયત કરવું તે પણ વીરપુર પંથકના ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે, આગામી દિવસોમાં વીરપુર પંથકમાં સમયસર સારો વરસાદ થાય તેવી જગતના તાત આશા વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...