તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:વીરપુર સરકારી હોસ્પિટલમાં વેક્સિન માટે ધરમ ધક્કા

વીરપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસી લેવા માટે ફરજિયાત આરોગ્યકેન્દ્ર ધકેલવામાં આવે છે. - Divya Bhaskar
રસી લેવા માટે ફરજિયાત આરોગ્યકેન્દ્ર ધકેલવામાં આવે છે.
  • લોકોને હોસ્પિટલના જ અધિકારીઓ ઉડાઉ જવાબ આપતા હોવાની ઊઠતી ફરિયાદો

વીરપુર જલારામ બાપાની જગ્યામાં દર્શન કરવા આવતા પ્રવાસીઓને લઈને હજારો વેપારીઓ પોતાનો રોજગાર મેળવે છે, કોરોનાની બીજી લહેરના કારણે બે મહિનાથી જલારામ બાપાની જગ્યા યાત્રાળુઓ માટે બંધ હતી, જે બે દિવસ પહેલા જ ખોલવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં વેપાર કરતા નાનામોટા બધા જ વેપારીઓને પોતાના ધંધા રોજગાર પર દસ દિવસે કોરોનાનો RTPCR નેગેટિવ રિપોર્ટ, વેક્સિન ફરજીયાત લઈ વેક્સિન લીધાનું પ્રમાણપત્ર રાખીને વેપાર કરી શકે ત્યારે 18 થી 20 હજાર લોકોની વસ્તી ધરાવતા વીરપુરમાં વેપારીઓ જ્યારે વેક્સીન લેવા માટે સરકારી હોસ્પિટલમાં જાય ત્યારે કર્મચારીઓ જ અહિયાં વેક્સીન નથી તમે રાજકોટ અથવા બીજા કોઈ શહેરમાં જઈને વેક્સીન દેવડાવી લ્યો ! તેવા ઉડાવ જવાબ આપી દેવાતા હોવાની ફરિયાદ ઉઠી છે.

વીરપુરને માત્ર એક વખત જ 18+ માટે વેક્સિનનો સ્લોટ આપવામાં આવ્યો છે, એ સ્લોટમાં 90% વીરપુર બહારના લોકોએ વેક્સિન લીધી, જ્યારે યુવા લોકોને ફરજીયાત રાજકોટ અથવા અન્ય કોઈ શહેરમાં વેક્સીન માટે ખર્ચ કરીને જવું પડે છે. 18+ના વેક્સીનેસનની વાત તો એક બાજુ રહી પણ 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને વેક્સીન માટે ધક્કા ખવડાવાય છે, કેટલાય સમયથી વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો હોય અને 100 દિવસો પુરા થઈ ગયા હોય તેવા લોકોને બીજાે ડોઝ લેવા માટે હોસ્પિટલના અધિકારીઓ ધરમના ધક્કા ખવડાવે છે.

અન્ય સમાચારો પણ છે...