તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કફોડી હાલત:વીરપુરમાં વરસાદના અભાવે પાકની માઠી, અસરગ્રસ્ત જાહેર કરવા માગણી

વીરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવણી કરીને બેઠેલા ખેડૂતોની હાલત પાણી વિના કફોડી બની

યાત્રાધામ વીરપુરમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા તંત્ર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરી સર્વે કરીને સહાય આપવા માગણી કરી છે.

સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ગયા વર્ષ કરતા ઘણું ખરૂ ચોમાસું નબળું જોવા મળી રહ્યું છે ત્યારે ચાલુ વર્ષે યાત્રાધામ વીરપુરમાં તો વાવણી બાદ માત્ર 4 થી 6 ઇંચ વરસાદ પડ્યો છે જેમને લઈને ખેડૂતોએ વાવેલા મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાકો નિષ્ફળ જવાની ભીતિને લઈને ચિંતિત બન્યા છે.

વીરપુરમાં વાવણી બાદ ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ વરસતા વાવેલા પાકોને પૂરતા પ્રમાણમાં વરસાદનું પોષણ ન મળતા કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકો નિષ્ફળ જાય તેવી દહેશત ઉભી થઇ છે, વરસાદ નહિવત હોવાથી મગફળી, કપાસ, સોયાબિનના છોડ મુરજાવા લાગ્યા છે, સુકારો જોવા મળી રહ્યો છે.

ખેડૂતોએ જણાવ્યું હતું મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાઓમાં એવું જણાવાયુ છે કે જે વિસ્તારમાં જો વાવણી બાદ 28 દિવસની અંદર વરસાદ ન વરસે તો તે વિસ્તારમાં સર્વે કરીને અછતગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય આપવામાં આવે ત્યારે વીરપુરમાં વાવણી બાદ 65-65 દિવસ વીતી ગયા છતાં વરસાદનો છાંટો પડ્યો નથી જેમને લઈને પાકો નિષ્ફળ જવા લાગ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની સર્વેની કામગીરી કે પાકના હાલચાલ પૂછ્યા નથી ત્યારે વહેલી તકે સર્વે કરી પંથકને અછતગ્રસ્ત જાહેર કરી સહાય આપવામાં આવે તેવી વીરપુર પંથકના ખેડૂતો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...