તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોર બેદરકારી:વીરપુર પાસે તાર પર લટકે છે જોખમી વીજપોલ

વીરપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે વાવાઝોડંુ વીતી ગયાના 18 દિવસ બાદ પણ પીજીવીસીએલ તંત્ર રિપેર કરી શક્યું નથી

સમગ્ર ગુજરાતભરમાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. તારીખ 18મી મેના રોજ આવેલા તાઉતે વાવાઝોડાએ વીરપુર પંથકમાં પણ તારાજી કરી હતી. વાવાઝોડાની અસરને લઈને વીરપુરના સીમ વિસ્તારોમા અનેક જગ્યાએ વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થયા હતા,વીરપુરના વહતડી સિમ વિસ્તારમાં પણ એક વીજપોલ નીચેથી જ ઉખડી જતા માત્ર વીજતાર પરજ લટકી રહ્યો છે ત્યારે તાઉતે વાવાઝોડાને આવ્યાના અઢાર-અઢાર દિવસ વીતી ગયા છતાં પણ આ વીજપોલ એ જ સ્થિતિમાં વીજતાર પર લટકી રહ્યો છે.

આ સિમ વિસ્તારમાં વીરપુરના 150 થી 200 જેટલા ખેડૂતોની જમીન આવેલી છે અને તે 200 જેટલા ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે આ જ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે ત્યારે પીજીવીસીએલ તંત્ર જાણે કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોતું હોય તેમ 18 દિવસ સુધી એકપણ પીજીવીસીએલના કર્મચારીઓ આ વિજપોલની સ્થિતિ જોવા કે રીપેરિંગ કરવા ડોકાયા જ નથી ત્યારે વીરપુરમાં પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. માત્ર વીજતાર પર લટકી રહેલો વિજપોલ ક્યારે નીચે પડી કોઈ મોટો અકસ્માત સર્જે તે એક સવાલ છે. આથી ખેડૂતોએ આ વીજપોલ તાત્કાલિક ધોરણે રીપેરીંગ થાય તેવી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...