તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:વિરપુરની 2 કોલેજોની સાથે MGVCLમાં કોરોનાની એન્ટ્રી

વિરપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રતનાબા કોલેજના 2 અને MGVCLમાં 1 કેસ

મહિસાગરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાથી ચિંતાનંુ કારણ બન્યું છે. આવનાર સમયમાં જિલ્લાની પરીસ્થીતી વધુ વિકટ બનશે તેમાં શંકા નથી. ત્યારે જિલ્લાના વિરપુરમાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં ગત વર્ષથી કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે. જેમા એસબીઆઈ બેંક, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, શાળા, કોલેજ,પોસ્ટ ઓફિસ સહિતના મોટાભાગના કર્મચારીઓ પોઝિટિવ આવી ચૂક્યા છે. ત્યારે આજે વિરપુરની ત્રણ સરકારી કચેરીઓના કર્મચારીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેમાં રતનબા નર્સિંગ કોલેજની 19 વર્ષીય વિધાર્થીની, આઈ ટી આઈ કોલેજના ૩૮ વર્ષીય સીકયુરીટી ગાર્ડ અને વિરપુર એમજીવિસીએલ જુનિયર એન્જિનિયર કોરોનાના સંક્રમિત બન્યા છે. તાલુકામાં અત્યારસુધીમાં કુલ 237 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો