તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:વીરપુરની ITIમાં લર્નિંગ લાયસન્સ માટે આવતા અરજદારોને પરાણે ચાંદલો!

વીરપુર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ATM ન હોય તો જે-તે બેંકમાં ખાતું ખોલાવવા ફરજ પડાતી હોવાની ફરિયાદ

વીરપુરની આઇટીઆઇમાં ઘરની ધોરાજી ચલાવવામાં આવતી હોવાની અરજદારોમાંથી ફરિયાદ ઉઠી છે. લર્નિંગ લાયસન્સ માટે આવતા અરજદારોને ફરજિયાત ખાનગી ઝેરોક્સની દુકાને ધકેલાતા હોવાનું અને જે અરજદારો કે વાહન ચાલકો પાસે એટીએમ ન હોય તો તેમને ફરજિયાત બેંક એકાઉન્ટ ખોલાવવા ધકેલાતા હોવાની અનેક ફરિયાદો સામે આવી છે. આથી સંબંધિત તંત્ર આ અંગે ધ્યાન આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માગ ઉઠી છે.

સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ ગામે ગવર્મેન્ટ સંચાલીત એક આઈ.ટી.આઈ આવેલ છે પરંતુ આ આઈ.ટી.આઈની સ્થિતિ અંધેરી નગરી ને ગંડું રાજા જેવી છે! અહીં લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવા માટેની કામગીરી કરવામાં આવે છે પરંતુ કર્મચારી દ્વારા વાહન ચાલકો સાથે વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાની લોક ફરિયાદો ઉઠી છે. વિરપુર તેમજ આજુબાજુના 23 થી 25 ગામના લોકો આ અહીં આવે છે ત્યારે તે લોકોને ફરજિયાત ખાનગી ઝેરોક્ષની દુકાને જ ફોર્મ ભરી વધુ ખર્ચ કરવો પડે છે. અને ત્યાં ફોર્મ ભરવાં માટે વાહન ચાલકોને પાસે જે તે બેન્કનું એ.ટી.એમ માંગવામાં આવે છે. અને એટીએમ ન હોય તો વાહન ચાલકોને ન છૂટકે બેંકમાં ખાતું ખોલાવવાની ફરજ પાડવામાં આવતી હોવાનું પણ વાહન ચાલકો ફરીયાદ કરી રહ્યા છે.

રાત્રીના સમયે અસામાજીક તત્વોની મહેફિલો પણ જામે છે તેવું જાગૃત લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ માહિતીની ખરાઇ કરવાનો પ્રયત્ન થયો ત્યારે કોઈ પણ પ્રકારની માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો. આથી આઈ.ટી.આઈમાં ચાલતાં ગોલમાલ વિશે તંત્ર દ્વારા સત્વરે પગલાં ભરવામા આવે તેવી માંગ લોકોમાંથી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો