તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આહલેક:વિશ્વશાંતિની નેમ સાથે હિમાચલથી દ્વારકાની પદયાત્રાએ નીકળેલા મહંતનું વીરપુરમાં આગમન

વીરપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ ધર્મની જાળવણી અને કોરોના મહામારીથી મુક્તિની ઝંખના સાથે કરશે 3000 કિમીની યાત્રા

હિમાચલ પ્રદેશના મહંત ગોપીદાસજી હિન્દુ ધર્મના હેતુ તેમજ કોરોના મહામારીથી મુક્તિ જગતને મળે તે માટે લોક કલ્યાણના હેતુથી હિમાચલ પ્રદેશથી દ્વારકા સુધી 3000 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે અને તે અનુસંધાને તેઓ વીરપુર આવી પહોંચ્યા હતા. આ તકે તેમનું ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

કહેવાય છેને કે સાધુ તો ચલતા ભલા એ કહેવતને સાર્થક કરતા હિમાચલ પ્રદેશના ગોપીદાસજી મહારાજ,જે હિમાચલ પ્રદેશના શ્રીમોહર જિલ્લામાં આવેલ ગોપી કુટીર પ્રભુ પ્રેમ મંદિરના મહંત તરીકે સેવા કરે છે. તેઓ હિન્દુધર્મની જ્યોત પ્રગટાવવા તેમજ પોતાના સંકલ્પ અને વિશ્વશાંતિ હેતુથી તેમજ હાલ કોરોના મહામારીને લઈને સમગ્ર વિશ્વમાં વિશ્વશાંતી,લોક કલ્યાણના હેતુ સિધ્ધ કરવા માટે હિમાચલ પ્રદેશથી ગુજરાતના દ્વારકા સુધી 3 હજાર કિલોમીટરની પદયાત્રા કરીને જગત મંદિર દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણને શીશ ઝુકાવી વિશ્વકલ્યાણ માટે પ્રાર્થના કરશે.

સતત દસમી પદયાત્રા છે
વિશ્વશાંતિના સંકલ્પને સાર્થક કરવા સતત 10 મી વખત હિમાચલ પ્રદેશથી દ્વારકા સુધી પદયાત્રા માટે નીકળ્યા હતા અને અંદાજીત 4 મહિના જેટલા લાંબા સમય બાદ આજે સમરથ સંતની પાવન ભૂમિ એવા સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુર જલારામ ખાતે આવી પહોંચ્યા હતા ત્યાં જેમણે પૂજ્ય જલારામ બાપાની જગ્યાના મુખ્ય દરવાજાના દર્શન કરીને ત્યાંથી વીરપુર પાસે આવેલ પીઠડીયા શ્રી રામ ટેકરી આશ્રમ ખાતે પહોંચ્યા હતા ત્યારે શ્રી રામટેકરીના મહંત રામગોપાલ દાસજી મહારાજે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગોપીદાસજી મહારાજ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવા વ્યવસ્થા માટે બહુચરાજીના અગ્રણી નરેશભાઈ ઠક્કર દ્વારા પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...