વીરપુરથી અમરેલી રૂટની તમામ બસ એસટી વિભાગ દ્વારા બંધ કરી દેવાતા ભાવિકોમાં એસટી તંત્ર સામે રોષ ફેલાયો છે. વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે રોજ દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અને વીરપુર નેશનલ હાઈ વે પરનું ગામ હોવાથી વાહનોની સમસ્યા પણ શ્રદ્ધાળુઓને નડતી નથી.
પરંતુ સૌરાષ્ટ્રના બે સમરથ સંતો જલારામ બાપા અને ભોજલરામ બાપાના જન્મ સ્થાનકો એવા વીરપુર અને ફ્તેપુર બંને ગામોએ શ્રધ્ધાળુઓને અવરજવર માટે એસટી વિભાગ દ્વારા જેતપુર-અમરેલી, વિરપુર- બગસરા તેમજ રાજકોટ- સાવરકુંડલા અને રાજકોટ ધારી સહિતના રૂટની એસટી બસ ચલાવવામાં આવતી હતી તેમજ જેતપુર- અમરેલી રૂટની બસ જેતપુરથી ઉપડીને વાયા વીરપુર, ગોમટા, નવાગામ, લીલાખા, દેવળા જેવા અનેક નાનામોટા ગામડાઓમાં થઈને અમરેલી તરફ જતી અને વીરપુર અને ફતેપુરના એમ બે યાત્રાધામને જોડવાનું કામ આ અમરેલી રૂટની બસો કરતી હતી પરંતુ એસટી વિભાગ દ્વારા કોઈ પણ કારણ દર્શાવ્યા વગર આ તમામ રૂટની બસો એકાએક બંધ કરી દેવાતા શ્રધ્ધાળુઓમાં રોષ ફ્લાઈ ગયો છે
સાંસદ રમેશ ધડુકને રજૂઆત કરાઇ
જલારામ બાપાના વિરપુર થી અમરેલી જતી એસટી બસના તમામ રૂટ બંધ થઈ જતા વિરપુરના અગ્રણી અને રાજકોટ જિલ્લા પંચા યતના પૂર્વ આરોગ્ય ચેરમેન જનક ભાઈ ડોબર િયાએ લેખિત રજૂઆત ગુજરાત સરકારને કરી છે તેમજ પોરબ દરના સાંસદ રમે ભાઈ ધડુકને પણ લેખિત રજૂઆત કરી અને વિરપુરથી અમરેલી બાજુ જતી એસટી બસો ફરીથી શરૂ થાય અને ફતેપુર જવા ઇચ્છતા યાત્ર ળુઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે યોગ્ય કરવા માગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.