તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેમ્પ:વીરપુરના આંગણવાડી કેન્દ્ર-4માં આધારકાર્ડ કેમ્પ યોજાયો

વીરપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ વીરપુરના લોકોને આધાર કાર્ડ માટે 20 કિમિ દૂર જેતપુર જવું પડતું હતું. આ અંગેના દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતા વીરપુરમાં જ વ્યવસ્થા કરાઇ હતી.

જેતપુર તાલુકા મહિલા અને બાળ વિકાસ દ્વારા જેતપુર તાલુકાના ગામડે ગામડે જઈને તેમના વિસ્તારમાં પાંચ વર્ષ સુધીના બાળકોને આધાર કાર્ડ કઢાવવા માટે જહેમત ઉઠાવી છે. જેમાં યાત્રાધામ વીરપુરમાં આવેલી આંગણવાડી કેન્દ્ર-4 પર બે દિવસ નાના બાળકોને આધાર કાર્ડની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 60 થી 70 જેટલા બાળકોના આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા, આધાર કાર્ડની કામગીરી મહિલા અને બાળ વિકાસ અધિકારી જેતપુર તાલુકા આંગણવાડીના શોભનાબેન લાડાણી, બ્રીજેશભાઈ મહેતા તથા કોમ્યુટર ઓપરેટર સાગરભાઈ વ્યાસ સહિતની ટીમ તેમજ વીરપુર આંગણવાડી કેન્દ્ર-4ના આંગણવાડી વર્કર જ્યોતિબેન પાઠક જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...