પાણીને દૂષિત કરવાનું કારસ્તાન:20,000ની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડતા થોરાળા ડેમમાં કોઇ કેમિકલયુક્ત પદાર્થ ફેંકી ગયું

વીરપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનારોગ્ય સાથે ચેડાં કરનારા અમુક બેજવાબદાર શખ્સો સામે કાર્યવાહી કરવા માંગ

વીરપુરના સરિયામતી નદી પરના થોરાળા ડેમમાં પ્રદૂષિત પાણીના ટેન્કર અથવા કોઈ કેમિકલ યુક્ત પદાર્થ નાખી જતા ગ્રામ્ય લોકોના આરોગ્ય સાથે ચેડાં,ગામ લોકો અને ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને પગલાં લેવાની જોરદાર માંગ ઉઠી છે.

આ ઘટના સામે વિરપુર ગામના લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે કારણકે વીરપુર ગામને પીવાનું પાણી પૂરું પડતાં અને ગામના જીવા દોરી સમાન એવો સરિયામતી નદીનો થોરાળા ડેમમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પ્રદૂષિત પાણીનું ટેન્કર નાખીને અથવા કોઈ કેમિકલ પદાર્થ નાખી ડેમને પ્રદૂષિત કરી નાખવામાં આવ્યું છે જેના પગલે ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો,

ગામની જીવાદોરી સમાન સરિયામતી ડેમ માંથી વિરપુર,પીઠડીયા તેમજ થોરાળા ગામના અંદાજિત 20 હજાર જેટલા નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે,તેમજ વીરપુર સહિત ચારથી પાંચ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે ,ડેમ પ્રદૂષિત થતાં ખેડૂતોના વાવેલા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે સાથે વિરપુર સહિતના ત્રણ ગામના લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાના આક્ષેપો વિરપુરના ગામ લોકોએ તેમજ ખેડૂતોએ કર્યા હતા તેમજ થોરાળા ડેમને પ્રદૂષિત કરનાર સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.

પ્રદૂષણ બોર્ડની નિષ્ક્રિયતા છતી થઇ ગઇ
વીરપુર, આસપાસના વિસ્તારમાં થઈ રહેલ પાણી પ્રદૂષણને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચેકિંગ કરાય છે, આમ છતાં પ્રદૂષણ માફિયાઓ પાણી પ્રદૂષિત કરતા રહે છે, આ બાબતે વીરપુરના સરપંચે પ્રદૂષણ વિભાગને લેખિતમાં ફરિયાદ કરી છે જે જોતાં GPCB દ્વારા પ્રદૂષણ માફિયઓ સામે કડક પગલાં લે તે જરૂરી છે, ત્યારે આવતી પેઢીને સારું ભવિષ્ય આપવા પ્રદૂષણનું નિયંત્રણ કરવું જરૂરી છે ત્યારે પ્રદૂષણ માફિયા સામે કડક કાર્યવાહી સાથે કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...