તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:વીરપુરમાં જલારામબાપાની જગ્યામાં ભાવિકો માટે અન્નક્ષેત્ર ખુલ્લું મુકાયું

વીરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરતી સમયે હજુ પણ દર્શનાર્થીઓ માટે પ્રવેશ નિષેધ રહેશે

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પૂજ્ય જલારામબાપાની જગ્યામાં આજથી ભાવિકો માટે અન્નક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેરને લઈને સંક્રમણ વધે નહિ તે માટે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલા યાત્રાધામ વીરપુર ખાતે જલારામબાપાની જગ્યાના મંગલ દ્વાર સોશ્યલ ડિસ્ટન્સના સરકારી નિયમોને આધીન 14 જૂનથી શ્રદ્ધાળુઓ માટે ખુલા મુકાયા હતા, પરંતુ અન્નક્ષેત્ર બંધ હતું, પૂજ્ય બાપાની જગ્યામાં આજ સવારથી ભાવિકો માટે અન્નક્ષેત્રના દ્વાર ખુલ્લા મુકાયા છે.

‘દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ” સૂત્રને જીવનમંત્ર બનાવનાર જલારામબાપાની જગ્યા બસો વર્ષથી શ્રદ્ધાળુઓ માટે ક્યારેય બંધ રહી ન હતી. પરંતુ કોરોના મહામારીના કારણે લોક દર્શનાર્થે બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ સંક્રમણનું પ્રમાણ ઓછું થતા જગ્યાના ગાદીપતિ રઘુરામબાપાએ 14 જૂને બાપાની જગ્યાના દ્વાર ફરી ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

જેમાં દર્શન અને ભોજન પ્રસાદ માટે સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનીટાઈઝ ચેમ્બરમાં સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજિયાત છે. દર્શનનો સમય સવારે ૭-૦૦ વાગ્યાથી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી ત્યારબાદ ૧-૦૦ વાગ્યાથી ૩-૦૦ વાગ્યા સુધી વિરામ અને ૩-૦૦ વાગ્યાથી સાંજના ૭-૦૦ વાગ્યા સુધી ત્યાર બાદ અડધો કલાક આરતી જેમાં કોઈ દર્શનર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહિ અને ૭:૩૦ થી રાત્રીના ૯-૦૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે.

ધર્મશાળાની જગ્યામાં અપાશે પ્રસાદ
અન્નક્ષેત્રમાં પ્રસાદનો સમય સવારે ૧૦-૦૦ થી બપોરના ૧-૦૦ વાગ્યા સુધી અને સાંજે ૬:૩૦ થી રાત્રીના ૮:૩૦ વાગ્યા સુધી છે . સવારથી રેલવે સ્ટેશન રોડ પર આવેલ જલારામબાપાની ધર્મશાળાની જગ્યામાં ભાવિકો માટે અન્નક્ષેત્રના દ્વાર ખોલવામાં આવશે અને ભાવિકો જલારામ બાપાનો પ્રસાદ લઇ ધન્ય થશે.

અન્ય સમાચારો પણ છે...