સમગ્ર ગુજરાતમાં હાલ લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે.દિન-પ્રતિદિન પશુઓના સંક્ર્મણ અને મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે નવસારીના એક લોકસાહિત્યકારે લમ્પી વાયરસથી પશુઓને બચાવવાની પ્રાર્થના જલારામ બાપા અને સોમનાથ મહાદેવને કરી 1700 કિમીની સાયકલ યાત્રાએ નીકળ્યા છે. જેને પગલે આજે તેઓ વીરપુર ખાતે સાયકલમાં પહોંચ્યા હતા અને જલારામ બાપા સમક્ષ શિશ ઝૂકાવ્યું હતું.
પશુઓને રોગમુક્ત કરવા તેમણે સાયકલ યાત્રા
આ અંગે નવસારીના એન્જલ ગામથી સાઈકલ લઈને સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા લોકસાહિત્યકાર નરેશભાઈ આહિરે જણાવ્યું હતું કે, તેઓ દર વર્ષે કોઈને કોઈ ધ્યેય સાથે સાયકલ યાત્રા કરીને સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરવા માટે પહોંચે છે. હાલ ગુજરાતમાં લમ્પી વાયરસ ફેલાય રહ્યો છે ત્યારે પશુઓને રોગમુક્ત કરવા તેમણે સાયકલ યાત્રા શરૂ કરી હતી. એ હેતુસર આજે તેઓ વિરપુર ખાતે આવ્યા હતા અને જલારામ બાપાના મંદિરે શિશ ઝૂકાવી તેમણે પ્રાર્થના કરી હતી.
સોમનાથ જવા રવાના થયા
હાલ તેઓ સાયકલ પર સોમનાથ જવા રવાના થયા હતા. નોંધનીય છે કે નરેશભાઈ આહીર છેલ્લા દસ વર્ષથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા કરે છે.
(દિપક મોરબીયા, વીરપુર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.