તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતન ભણી દોટ:વીરપુરમાંથી 118 પરપ્રાંતીય શ્રમિક વતન જવા રવાના

વિરપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વતન જતા પહેલા તંત્ર દ્વારા શ્રમિકોની આરોગ્ય તપાસ કરી સર્ટીફિકેટ આપ્યા હતા

સરકાર દ્વારા રાતોરાત લોકડાઉન જાહેર કરાતા અસંખ્ય લોકો જ્યાં ત્યાં અટકાય ગયા હતા જેમાં મજૂરોથી માંડીને અનેક લોકો પણ ફસાય ગયા, લોકડાઉન પાર્ટ ત્રણ કેટલું ચાલે અને ત્યાં સુધી શું કરવું તેવા વિચારે ઘણાય મજૂરો પોતાના વતન જવા માટે વાહનોની શોધખોળ કરવા લાગ્યા, પરંતુ સરકારે વાહનો પર પણ પ્રતિબંધ મુકયા હોવાથી મજૂરો ખરેખરા મૂંઝાયા હતા, હવે જે થાય તે વતને જવું જ છે તેવા નિર્ણય સાથે વીરપુર ખાતે ખેત મજુરી તેમજ છૂટક મજૂરી કરવા આવેલ મધ્યપ્રદેશના 118 જેટલાં મજૂરોને પોતાના માદરે વતન જવા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જે તમામ મજૂરોનું વીરપુર સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટિમ દ્વારા તમામની આરોગ્ય તપાસણી કરીને બાદ તમામને વતન જવાની મંજૂરી પ્રશાસને આપીને વીરપુર થી રાજકોટ  સુધીની ત્રણ બસની વ્યવસ્થા કરી અને રાજકોટ થી ટ્રેનમાં જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી,આ ત્રણ બસોમાં 118 જેટલા મજુરો સાથે બે-બે સરકારી અધિકારીઓ સહિત આજે વતન જવા રવાનાકરાયા હતા.
મંડલીકપુરમાંથી ખેતમજૂરો વતન જવા રવાના
લોકડાઉનના કારણે સરકાર તરફથી પરપ્રાંતીય શ્રમિકોને વતન વાપસી માટે પ્રયાણ કરાવાય રહ્યું છે. ત્યારે મંડલીકપુર ગામમાં મધ્યપ્રદેશથી 100 એક જેટલા મજુરોને વતનમાં મોકલવા માટે ગ્રામપંચાયત અને સરકારના સહયોગથી બે દિવસથી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 56 શ્રમિકને પોતાના વતન મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા છે. મંડલીકપુર ગામમાંથી ગ્રામપંચાયત દ્વારા બધા મજુરોની નોંધણી કરાઇ હતી. જે સરકારના સહયોગથી મંડલીકપુર ગામમાંથી એસટી બસ મારફત રાજકોટ લઈ અને ત્યાંથી ટ્રેન મારફત પોતાના વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હતી. સાથે જ શ્રમિકોને જમવા અને નાસ્તાની વ્યવસ્થા સાથે પાણીની બોટલો પણ આપાઈ છે. મંડલીકપુર ગામની સરકારી શાળામાં ભેગા કરી ત્યાં સરપંચ હરેશભાઇ સેંજલિયા દ્વારા કોઈને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરી બધાની પુછપરછ કરી તેને સેનિટાઈઝર આપી અને સુચના આપી ને આ મહામરી વિશે વાકેફ કર્યા હતા. આ તકે સરકાર તરફથી આ બસમાં રાજકોટ સુધી પહોંચાડવા માટે સરકારી કર્મચારી ભાવેશભાઈ અને ગ્રામપંચાયત અને સરકારના પ્રયાસથી આ શ્રમિકો પોતાના વતન પોહચે. જેમાં મંડલીકપુર, પેઢલા અને સરધારપુર ગામના અત્યારે શ્રમિકો તેમાં પોતાના વતન મધ્યપ્રદેશ જવા રવાના કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો