પ્રેરણા:વીરપુરમાં વર્ષ- 2023ના આરંભે વિશ્વ કલ્યાણની ભાવનાથી 11 કુંડી મારુતિ મહાયજ્ઞનું આયોજન થયું

વીરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાની સંભવિત નવી લહેર વધુ માનવભોગ ન લે અને લોકોનું આરોગ્ય તેમજ સ્વાસ્થ્ય સારી રીતે જળવાઇ તે માટે  યોજાયેલા યજ્ઞમાં આયુર્વેદિક જડીબુટ્ટીઓની આહુતિ અપાઇ. તસવીર : કિશન મોરબિયા - Divya Bhaskar
કોરોનાની સંભવિત નવી લહેર વધુ માનવભોગ ન લે અને લોકોનું આરોગ્ય તેમજ સ્વાસ્થ્ય સારી રીતે જળવાઇ તે માટે યોજાયેલા યજ્ઞમાં આયુર્વેદિક જડીબુટ્ટીઓની આહુતિ અપાઇ. તસવીર : કિશન મોરબિયા
  • ગાયત્રી સેવા સમિતિના પ્રમુખે પોતાના જન્મદિનની ઉજવણી ધાર્મિક રીતે કરી

દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસોએ ફરી પાછું માથું ઊંચક્યું છે જેમને લઈને રાજ્યમાં આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે, કોરોનાની સંભવિત લહેર વધુ ન ફેલાય અને વિશ્વ સહિત દેશના લોકોનું આરોગ્ય અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે 2023ના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના પ્રારંભે વિરપુરમાં ગાયત્રી સેવા સમિતિના પ્રમુખ અનિ ભાઈ વઘાસીયા દ્વારા વીરપુરના રાણબાગ હનુમા નજીના મંદિરે અગિયાર કુંડી મારુતિ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો.

જોગાનુજોગ ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિના પ્રમુખ અનિ ભાઈ વઘાસ યાનો જન્મ દિવસ પણ હોવાથી આ મારુતિ મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ મારુતિ મહાયજ્ઞમાં બાહ્મણો દ્વારા વૈદિક શ્લોકો થકી આયુર્વેદ પ્રમાણે જડીબુટ ્ટીઓની આહુતિ અપાઇ હતી.

જેમને લઈને વાતાવરણ સ્વચ્છ બને અને કોરોના સહિત અનેક રોગોના જંતુઓ નાશ પામે તે મુજબનું આયોજન કરાયું હતું, સાથે સાથે શરૂ થતું 2023નું નવા વર્ષમાં વિશ્વમાં શાંતિ અને સુખમય નીવડે તે માટે વીરપુરના લોકોએ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા અને વિશ્વ કલ્યાણ અર્થે પ્રાર્થના કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...