રાજકોટ:વીંછિયાની SBI શાખામાં ‘અંતર’ના અભાવ વચ્ચે ખેડૂતોની કતાર

વીંછિયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

SBI બેંક ખાતે પાક વીમા બાબતે પંથકના ખેડૂતોને બેંકનું ધિરાણ નવું-જુનું કરવું પડતું હોય છે. જ્યાં સુધી એક વરસાદ ન આવે ત્યાં સુધી ખેડૂતોના જીવ તાળવે ચોંટેલા હોય છે. જેમનું માત્રને માત્ર એક રક્ષણ પાક વીમાનું હોય છે. લોકડાઉનને લઈને શહેર અને પંથકના ખેડૂતો વિંછીયાના જસદણ રોડ પર આવેલ SBI બેંકની બહાર પાસબુક, જમીનના 7/12 લઈ પ્રતીક્ષાની પળો માણી રહ્યા છે.  અધિકારીઓ પુરતો સ્ટાફ નથી તેવું બહાનું બતાવી ધરતીના તાતની ધીરજ માપી રહ્યા છે. આ તકે ભીડને લીધે સોશ્યલ  ડિસ્ટન્સનો પ્રશ્ન પણ ઉદભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...