અકસ્માત:વીંછિયાના થોરિયાળી નજીક 14 પેસેન્જર ભરેલી લકઝરી બસ પલટી

વીંછિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિંછીયા તાલુકાના થોરીયાળી ગામ નજીક જસદણ-સુરત રૂટ પર ચાલતી લકઝરી બસ અચાનક પલટી ખાઈને રોડની નીચે ખાડામાં પડી જતા બસમાં બેઠેલા 14 મુસાફરોને સામાન્યથી લઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક વિંછીયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ લકઝરી બસ સુરતથી જસદણ તરફ આવતી હતી અને વહેલી સવારે 5 વાગ્યા આસપાસ વિંછીયાના થોરીયાળી ગામ નજીક પહોંચતા બસના ડ્રાઈવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા આ ઘટના બની હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે વિંછીયા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...