રાજકોટ:વીંછિયા યાર્ડમાં CCI કેન્દ્રથી કપાસની ખરીદી શરૂ કરવા કિસાન સંઘની માંગ

વીંછિયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બે મહિનાથી ચાલી રહેલ લોકડાઉનમાં જસદણ અને વિંછીયા માર્કેટિંગ યાર્ડ અલગ હોવાથી કપાસની ખરીદી જસદણ યાર્ડમાં જ થાય છે. જેથી ખેડૂતને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી વિંછીયા યાર્ડ ખાતે સી.સી.આઈ કેન્દ્રમાં કપાસની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળી રહે તે માટે ભારતીય કિસાન સંઘની ટીમના દિલીપભાઈ સખીયા, મુકેશભાઈ રાજપરા, અલ્પેશભાઈ સરવૈયા અને સંઘની ટીમ દ્વારા માંગણી કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...