કોરોના નામની આફતે હજુ તો વિદાય લીધી ન લીધી કે વીંછિયા પંથકમાં જીવાતોના ઉડતા ઝુંડએ બીજી નવી આફત પેદા કરી દીધી છે. અહીંના ખેડૂતો કહે છે કે અમે અમારી આવડી જિંદગીમાં ક્યારેય ન જોઇ હોય તેવી જીવાતોના આખા ઝૂંડ ઉડાઉડ કરી રહ્યા છે આથી અમને ખેતરે જતાં જ ડર લાગે છે.
અમારા ખેતરોમાં ઉડતી જીવાતો આવી કેટલી ઝેરી છે તેની ખબર નથી. મધમાખી જેવી દેખાતી આ જીવાત કરડે અને કોઇ આડઅસર થાય તેની બીકે અમે ખેતરે જવાનું જ માંડી વાળ્યું છે. સબંધિત તંત્ર આ પંથકમાં ઉડતી જીવાતો અંગે તપાસ કરી ખેડૂતોને આવી કપરી મુંઝવણમાંથી મુક્ત કરે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.